<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

માસણાઈ મરી ગઈઃ પતિ જીવન-મરણ વચ્‍ચે જોલા ખાય છે અને પત્‍ની રીલ બનાવવામાં મશગૂલ

એક્‍સ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોની વચ્‍ચે ગુસ્‍સો પેદા કરી દીધો છે

નવી દિલ્‍હી તા.૧૪: આજના સમયમાં લોકોના માથે સોશિયલ મીડિયાનું એવું ભૂત સવાર થયું છે કે લાઈક્‍સ અને વ્‍યૂઝના ચક્કરમાં લોકોની સંવેદના મરી પરવારી છે. આ ડિજિટલ દુનિયામાં વાયરલ થવાની લ્‍હાયમાં લોકો એટલા આંધળા બની ગયા છે કે હવે હોસ્‍પિટલની ગંભીરતા અને કોઈના દુખ દર્દની પણ ચિતા નથી કરતા. હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનો જોઈ તમે પણ ચોંકી જશો અને વિચારવા મજબૂર થઈ જશો કે શું માણસાઈ આટલી હદે નીચે જતી રહી છે?

એક્‍સ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોની વચ્‍ચે ગુસ્‍સો પેદા કરી દીધો છે. વીડિયોમાં સ્‍પષ્ટ જોઈ શકાય છે કે એક મહિલા હોસ્‍પિટલના રૂમમાં છે, પાછળ બેડ પર તેનો પતિ નાજુક હાલતમાં સૂતેલો છે. તેના નાક પર ઓક્‍સિજન માસ્‍ક લગાવેલું છે અને તે હાલવા-ચાલવાની સ્‍થિતિમાં પણ નથી.

પણ આ સૌની વચ્‍ચે જે નજારો દેખાયો, તે ચોંકાવનારો હતો. આમ તો મહિલા હોસ્‍પિટલના એ રૂમમાં હતી, જ્‍યાં શાંતિ અને દુઆઓની જરૂર હતી, તે પોતાના મોબાઈલનો કેમેરો સેટ કરી રહી છે, તેણે પોતાની બીમાર પતિની દયનીય હાલતની પરવા કર્યા વિના બોલિવૂડ ગીત પર લિપ સિક કરી રીલ બનાવવા લાગી.

આજકાલ દુખદ પરિસ્‍થિતિઓને કન્‍ટેન્‍ટ તરીકે રજૂ કરવાનું ચલણ ચાલી રહ્યું છે. લોકો એ વાતની ચિતા નથી કરતા કે જે સમયે તેને પોતાની જીવનસાથીના માથા પર હાથ રાખી તેને હિમ્‍મત આપવાની હોય છે, તે સમયે તે કેમેરા સામે પરફેક્‍ટ એંગલ અને સ્‍મૂથ ટ્રાન્‍ઝિશન શોધી રહી હતી.

આ વીડિયોને @WokePandemic નામના અકાઉન્‍ટ પરથી શેર કરવામાં આવ્‍યો છે, જોતજોતામાં આ ક્‍લિપ હજારો લોકો સુધી પહોંચી ગઈ અને સેક્‍શન ટીકાકારોથી ભરાઈ ગયું. લોકોએ તેને ડિજિટલ યુગની સૌથી મોટી કઠણાઈ ગણાવી છે.

એક યુઝરે ગુસ્‍સામાં લખ્‍યું કે, શું આપણે આટલા સંવેદનહીન થઈ ચૂક્‍યા છીએ કે, આપણને હવે એ પણ નથી ખબર કે કેમેરા ક્‍યાં અને ક્‍યારે બંધ કરવાના છે? વળી એક અન્‍ય વ્‍યક્‍તિએ લખ્‍યું કે, આજકાલ લોકોની અંદર સંવેદના મરી ચૂકી છે. તેમણે પોતાના પતિની ચિતા કરવાની જગ્‍યાએ એ ચિતા છે કે વીડિયો પર કેટલા વ્‍યૂઝ આવશે.

આ ઘટના ખાલી એક મહિલાની હરકત નથી, પણ એ માનસિકતા પર સવાલો ઊભા કરી છે, જે દરેક ક્ષણને એક કન્‍ટેંટમાં બદલવાની કોશિશ કરે છે. જીવનની અંતિમ ક્ષણો અથવા સંકટની ઘડીમાં પણ જ્‍યારે લોકો કેમેરા શોધી રહ્યા છે, તે આ સમાજના નીચે જતાં નૈતિક મૂલ્‍યોનું એક મોટું ઉદાહરણ છે.

 

(10:31 AM IST)