<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

મારુતિ સુઝુકી પહેલી ઓગસ્‍ટથી વિવિધ મોડેલોના ભાવમાં રૂ.૩૦,૦૦૦ સુધીનો વધારો કરશે

ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા સતત વધારાને ધ્‍યાનમાં લેતાં

નવી દિલ્‍હી,તા.૨૨: તાજેતરમાં ઈનપૂટ ખર્ચમાં થયેલો વધારો આંશિક રીતે ગ્રાહકો પર પસાર કરતાં દેશની અગ્રણી કાર ઉત્‍પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્‍ડિયા લિ. આગામી પહેલી ઑગસ્‍ટથી તેનાં વિવિધ મોડેલોના ભાવમાં રૂ. ૩૦,૦૦૦ સુધીનો વધારો કરશે, એમ કંપનીએ એક રેગ્‍યુલેટરી ફાઈલિગમાં જણાવતાં ઉમેર્યું હતું કે ભાવવધારાની માત્રા મોડેલ અનુસાર જુદી જુદી હશે.

ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા સતત વધારાને ધ્‍યાનમાં લેતાં કંપનીએ તેનાં મોડેલોના પોર્ટફોલિયોમાં યુનિટદીઠ રૂ. ૩૦,૦૦૦ સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ભાવવધારો પહેલી ઑગસ્‍ટથી અમલી બનશે, એમ કંપનીએ યાદીમાં જણાવ્‍યું હતું.

છેલ્‍લા કેટલાક મહિનાઓથી કંપની વધતા જતા ખર્ચની અસર ઘટાડવા માટે ખર્ચ ઘટાડાનાં પગલાં લઈ રહી છે. જોકે, ઊંચા ફુગાવાલક્ષી દબાણ અને ખર્ચ વૃદ્ધિલક્ષી અન્‍ય પરિબળો જળવાઈ રહેતાં ગ્રાહકો પર શક્‍ય તેટલો ઓછો ભાવવધારાનો બોજ આવે તે રીતે આંશિક માત્રામાં ભાવવધારો ગ્રાહકો પર પસાર કરવામાં આવ્‍યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું

(10:41 AM IST)