તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ભારતીય ઓટો માર્કેટમાં મારુતિ સુઝુકીનું વર્ચસ્વ યથાવત: સપ્ટેમ્બરમાં ૧.૮૧ લાખથી વધુ વાહનોનું સ્થાનિક વેચાણ
કુલ વેચાણ ૨૪.૪૪% વધીને ૨.૩૬ લાખ યુનિટે પહોંચ્યું: SUV અને યુટિલિટી સેગમેન્ટમાં ૬૨.૦૫% નો મોટો ઉછાળો નોંધાયો

નવી દિલ્હી: દેશની અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ માટે સપ્ટેમ્બર ૨૦૨૬ નો મહિનો વેચાણની દ્રષ્ટિએ અત્યંત મજબૂત રહ્યો છે. ભારતીય ઓટો સેક્ટરમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખતાં કંપનીએ સ્થાનિક પેસેન્જર વહિકલ માર્કેટમાં ૧,૮૧,૮૩૮ યુનિટનું વેચાણ કર્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં નોંધાયેલા ૧,૩૨,૮૨૦ યુનિટના વેચાણની સરખામણીએ વાર્ષિક ધોરણે સ્થાનિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૩૬.૯૧ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. ઓગસ્ટ ૨૦૨૬ માં થયેલા ૧,૭૬,૯૭૧ યુનિટના વેચાણની તુલનાએ પણ સપ્ટેમ્બરના વેચાણમાં ૨.૭૫ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.
કુલ વેચાણ ૨.૩૬ લાખ યુનિટને પાર: SUV સેગમેન્ટમાં ધૂમ કમાણી
નિકાસ, હળવા વાણિજ્યિક વાહનો (LCV) અને અન્ય કંપનીઓને કરવામાં આવતા સપ્લાય સહિત મારુતિ સુઝુકીનું સપ્ટેમ્બર મહિનાનું કુલ વેચાણ ૨,૩૬,૦૧૩ યુનિટ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ૧,૮૯,૬૫૯ યુનિટની સરખામણીએ ૨૪.૪૪ ટકાનો વધારો દર્શાવે છે.
જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનું કુલ વેચાણ ૨૬.૪૬ ટકા વધીને ૬,૯૬,૬૫૪ યુનિટ થયું છે, જેમાં સ્થાનિક પેસેન્જર વાહનોનો હિસ્સો ૩૮.૧૧ ટકાના વધારા સાથે ૫,૫૫,૦૧૨ યુનિટ રહ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬) દરમિયાન કંપનીનું કુલ વેચાણ ૨૭.૮૭ ટકા વધીને ૧૩,૭૯,૩૭૮ યુનિટ પર પહોંચી ગયું છે, જેમાં સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ ૧૦.૮૦ લાખ યુનિટનો આંકડો વટાવી ગયું છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
