<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

મેષથી વૃષભ તરફ મંગળ પ્રયાણઃ કાલથી બદલાશે ભાગ્‍યચક્ર

જોશની સફર હવે હોશ તરફ આગળ વધશે, જાણો મંગળ જીવનમાં શું લાવશે : આગામી ૪૫ દિવસો એટલે વિશ્વની રાજનીતિ, અર્થવ્‍યવસ્‍થા અને જનમાનસનો ટર્નિંગ પોઈન્‍ટ

નવી દિલ્‍હી,તા.૧૯: ૨૦ જૂન મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ મહત્ત્વના પરિવર્તનના કારણે જૂનથી ઓગસ્‍ટ મહિના સુધીનો સમયગાળો વૈશ્વિક સ્‍તરે આર્થિક પુનઃસંરચના, સંસાધનોનું રાજકારણ, કૃષિ તેમજ સુરક્ષા ક્ષેત્રની સક્રિયતા તેમજ વ્‍યક્‍તિગત સ્‍તરે સ્‍થિરતાનો માનવામાં આવે છે. મંગળનું મેષની આવેગપૂર્ણ ઊર્જાથી વૃષભની સ્‍થિરતા તરફ પ્રયાણ સાથોસાથે કર્કના ગુરુની ઉચ્‍ચ અસરોથી ભાવનાત્‍મક પરિપકવતા વિકસિત થવી અને શનિનું મીન રાશિમાં ગોચર એટલે આદર્શો અને વ્‍યવહારો વચ્‍ચે સંતુલનની સ્‍થાપના. આ તમામ બાબતોનો સરવાળો એટલે મેષમાંથી વૃષભમાં મંગળ ગતિને જોશથી હોશ તરફના પરિવર્તનનો સંકેત આપે છે.

૨૦મી જૂન રાત્રે લગભગ ૧૧.૫૫ વાગ્‍યે મંગળ ગ્રહ મેષ રાશિથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ એ શુક્રની રાશિ છે, જેમાં મંગળને સહજ માનવામાં આવતો નથી. તેનાથી ઈચ્‍છાઓ અને શક્‍તિ વચ્‍ચે ટકરાવ વધે છે. મંગળ એ યુદ્ધ, સૈન્‍ય અને આક્રમકતાનો કારક ગ્રહ છે અને વૃષભ રાશિ ભૂમિ, સંસાધન, ધન, કૃષિ, બેંકિગ તેમજ ખનિજ સંપદાનું

પ્રતિનિધિત્‍વ કરે છે. આ સંજોગોમાં ૨૦ જૂન પછીના ૪૫ દિવસોમાં સંભાવના છે કે, રક્ષા ઉત્‍પાદનોમાં વૃદ્ધિ જોવા મળશે, સરહદી સુરક્ષાઓ પર ખર્ચાઓ વધે. જમીનના વિવાદોમાં વધારો થાય, ઓઈલ અને પ્રાકૃતિક સંસાધનો બાબતે તણાવ સર્જાય. આર્થિક પ્રતિબંધોનો ઉપયોગ હથિયારની જેમ થાય. ટૂંકમાં આગામી દિવસોમાં યુદ્ધની ધણધણાટી આર્થિક યુદ્ધમાં વધારે બદલાતી જણાશે. ભારતમાં તેની અસરોની વાત કરીએ તો, કૃષિ સુધારાઓ પર વિવાદો અને ચર્ચા, જમીન-સંપત્તિ સાથે સંકળાયેલા મોટા નિર્ણયો ઉપરાંત બેંકિગ તેમજ રોકાણ ક્ષેત્રોમાં નવી નીતિઓ જોવા મળી શકે છે.

મંગળના વૃષભ રાશિના પ્રવેશથી પ્રાકૃતિક અસર પર નજર કરીએ તો, જ્‍વાળામુખી સક્રિય થવાની ઘટના સામે આવે, ભૂકંપ અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં સક્રિયતા જોવા મળે, ભીષણ ગરમી બાદ અચાનક ભારે વરસાદ સાથે કૃષિ ક્ષેત્ર અસંતુલિત વાતાવરણથી તકલીફ અનુભવી શકે છે. સમાજ અને જનમાનસમાં આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપવાની સમજ વધે, ધન સંચય તરફ લોકો વિચારતા થાય, જોખમ ખેડવાથી લોકો દૂર રહે.

૧૨ રાશિઓ પર મંગળ પરિવર્તનની અસર

મેષઃ ધન અને વાણી બાબતે ધ્‍યાન રાખવું, આવકના નવા સ્‍ત્રોત ઉમેરાઈ શકે છતાંય ખર્ચાઓ પર નિયંત્રણ જરૂરી.

વૃષભઃ માનસિક ઊર્જામાં વધારો અનુભવો, વ્‍યક્‍તિત્‍વ પ્રભાવશાળી બને જોકે, ક્રોધ પર કાબૂ રાખવાની સલાહ છે.

મિથુનઃ અનાવશ્‍યક ચિતાઓ સર્જાય, વિદેશ સંબંધિત કાર્યોને વેગ મળે, ધ્‍યાન અને યોગ આ સમયગાળામાં લાભકારી રહે.

કર્કઃ મિત્રોથી લાભ થાય. મોટા લક્ષ્ય પૂર્ણ થઈ શકે છે. ગુરૂજનો તરફથી સુરક્ષા પ્રદાન થતી હોવાનો અહેસાસ કરી શકો છો.

સિહઃ કેરિયરમાં દબાણ ઊભું થતું જણાય, ઉચ્‍ચ અધિકારીઓ સાથે મતભેદ સંભવ, ધૈર્યથી અંતે સફળતા મળી શકે છે.

કન્‍યાઃ ભાગ્‍ય સક્રિય થતું લાગે. યાત્રાથી લાભના સંજોગો ઊભા થાય. શિક્ષણ અને રિસર્ચમાં પ્રગતિ થવાના સંપૂર્ણ ચાન્‍સ.

તુલાઃ રોકાણ બાબતો અત્‍યંત સચેત રહેવું, સ્‍વાસ્‍થ્‍ય પર વિશેષ ધ્‍યાન રાખવું, આ સમય માનસિક પરિવર્તનનો ગણી શકાય.

વૃヘકિઃ વિવાહ અને ભાગીદારીમાં પરીક્ષાનો સમય, સંબંધોમાં સ્‍પષ્ટ રહેવું જરૂરી, ધંધાકીય કરારો લાભદાયક નિવડી શકે છે.

ધનઃ પ્રતિયોગિતાઓમાં સફળતા મળે, શત્રુઓ પર વિજયના સંજોગો, કાર્યક્ષેત્રમાં મહેનતમાં વધારો થવાથી થાક અનુભવો.

મકરઃ પ્રેમ અને સંતાન મામલે ઉત્‍સાહ, રચનાત્‍મક્‍તા વધે. સટ્ટાકીય રોકાણોમાં સાવધાની વર્તો એ હિતાવહ રહેશે.

કુંભઃ સંપત્તિ મામલે નસીબ ઝડપ પકડી શકે છે. ઘર-પરિવારમાં તનાવની શક્‍યતા. વાહન સાવધાનીથી ચલાવવાની સલાહ છે.

મીનઃ સાહસ અને પરાક્રમ વધશે. વાતચીતમાં કૌશલ્‍યતાનો ભરપૂર લાભ મળી શકે છે. નાના ભાઈ-બહેનોનો સહયોગ પ્રાપ્ત થાય.

(9:52 AM IST)