તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
માર્ગદર્શી ચિટ ફંડે બનાવ્યો નવો રેકોર્ડઃ તમિલનાડુમાં માસિક વેપાર ૧૦૦ કરોડને પાર પહોંચ્યો
‘માર્ગદર્શી ચિટ ફંડ' છ દાયકા કરતા વધુ સમયથી ચિટ ફંડ ક્ષેત્રની એક મુખ્ય કંપની રહી છે

ચેન્નાઇ,તા.૨૯: હૈદરાબાદમાં કાર્યાલય ધરાવતી 'માર્ગદર્શી ચિટ ફંડ'એ તમિલનાડુ સ્થિત પોતાની શાખાઓના માધ્યમથી ૧૦૦ કરોડ રૂપિયાનો માસિક વેપાર કરી રેકોર્ડ બનાવ્યો છે. માર્ગદર્શી ચિટ ફંડ છ દાયકા કરતા પણ વધુ સમયથી ચિટ ફંડ ક્ષેત્રની મુખ્ય કંપની રહી છે. આ દક્ષિણ ભારતના લોકોના વિશ્વાસનું પ્રતીક છે.
૧૯૬૨માં શરૂ થયેલી 'માર્ગદર્શી ચિટ ફંડ' તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના લોકોને પોતાની સેવા આપે છે. આ પ્રસંગે, માર્ગદર્શી ચિટ ફંડે તમિલનાડુમાં ૧૦૦ કરોડ રૂપિયના માસિક ટર્નોવરનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિની ઉજવણી કરવા, ચેન્નાઇની નુંગમબક્કમમાં સ્થિત માર્ગદર્શી ચિટ ફંડની તમિલનાડુ હેડ ઓફિસમાં, તમિલનાડુ શાખાઓના કર્મચારીઓ અને રામોજી ફિલ્મ સિટીના કર્મચારીઓએ એક સાથે મળીને ખુશી મનાવી હતી.
આ કાર્યક્રમમાં માર્ગદર્શી ચિટ ફંડના તમિલનાડુ ડિવીઝનના ડાયરેક્ટર શ્રીધરે કેક કાપ્યો હતો અને તેમણે કર્મચારીઓ વચ્ચે વહેંચ્યો હતો. તે બાદ તેમણે કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું, માર્ગદર્શી ચિટ ફંડ પહેલાથી જ તમિલનાડુમાં ૧૮ શાખાઓ સાથે સારૂ કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે હવે આ શાખાઓની સંખ્યા વધીને ૨૦ કરવાની તૈયારી ચાલી રહી છે. નવેમ્બરમાં ચેન્નાઇના કુડુવાંચેરી અને તિરૂવલ્લુરમાં બે અન્ય નવી શાખાઓ ખોલવામાં આવશે, જે બાદ કૂલ શાખાની સંખ્યા વધીને ૨૦ થઇ જશે. આ સિવાય, માર્ગદર્શી ચિટ ફંડ પુડુચેરી અને થૂથુકુડીમાં પણ નવી શાખા ખોલવાની યોજના બનાવી રહ્યું છે.
માર્ગદર્શી ચિટ ફંડ કંપનીની તમિલનાડુ શાખાઓનું માસિક ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. વાર્ષિક આધાર પર આ ૧૨૦૦ કરોડ રૂપિયાનું નેટ ટર્ન ઓવર છે. ચિટ ફંડ ઉદ્યોગમાં તેને એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ, માર્ગદર્શી ચિટ ફંડ કંપનીમાં લગભગ ૨૦ ટકાનો વધારો નોંધાયો હતો અને આ વર્ષે પણ આટલો જ (૨૦%) વધારાની આશા છે.
માર્ગદર્શી ચિટ ફંડની તમિલનાડુ શાખા તેને આગામી સ્તરે લઇ જવા માટે તૈયાર છે. કંપની સમગ્ર તમિલનાડુમાં ગ્રાહકોને સારી સેવા આપી રહી છે. આ કંપની ગ્રાહકોને જલદી ફંડ ઉપલબ્ધ કરાવવા માટે જાણીતી છે. ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવા માટે માર્ગદર્શી ચિટ ફંડ પોતાની સેવાઓને ડિજિટલ બનાવી રહી છે.
૨૮ માર્ચ સુધી એકલા તમિલાડુમાં ૨,૦૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તમિલનાડુ સહિત તમામ રાજ્યમાં માર્ગદર્શીનું કૂલ વાર્ષિક ટર્નોવર આ વર્ષે ૧૬,૦૦૦ કરોડ રૂપિયા કરતા વધુ થવાની આશા છે.
તેમણે કહ્યું, માર્ગદર્શી ચિટ ફંડ, જેને ઝડપી દસ્તાવેજ ટ્રાન્સફર અને પ્રાઇઝ મની (ઇનામી રકમ)ને કારણે ગ્રાહકોની ઘણી સારી પ્રતિક્રિયા મળી છે. ૨૮ માર્ચ સુધી તમિલનાડુમાં ૧૦ વધુ શાખાઓ ખોલીને પોતાની સેવાઓનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યું છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
