તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
મનીષા મંઢારે કોઈ સામાન્ય આરોપી નથી પરંતુ ટ્રાન્સલેટમાં નિષ્ણાંત :NEET પેપરલીક કાંડમાં CBIના મોટા ખુલાસા
મનીષા મંઢારેએ પોતાની પાસેનું અસલી પ્રશ્નપત્ર શુભમ નામના અન્ય એક આરોપીને આપ્યું હતું, જેણે આ પેપર આગળ સપ્લાય કર્યું હતું.

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીક કાંડની તપાસ કરી રહેલી CBIને આજે વધુ એક મોટી સફળતા મળી છે. પેપર સેટિંગ કમિટીની ધરપકડ કરાયેલ સભ્ય મનીષા મંઢારેને આજે કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં આરોપીઓની અત્યંત ચાલાકીપૂર્વકની મોડસ ઓપરેન્ડી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે cbiને પૂરા 14 દિવસના રિમાન્ડ સોંપ્યા છે.
કોર્ટ સમક્ષ cbi દ્વારા રજૂ કરવામાં આવેલી ચોંકાવનારી દલીલોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ પેપર લીકનું નેટવર્ક કેટલું મજબૂત અને માસ્ટર પ્લાન આધારિત કાવતરું હતું. CBIએ કોર્ટ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું કે, મનીષા મંઢારે કોઈ સામાન્ય આરોપી નથી પરંતુ તે બોટની અને ઝૂઓલોજીના પ્રશ્નપત્રોના અનુવાદ કરવામાં નિષ્ણાત છે. આ જ કારણસર તેની પહોંચ સીધી અસલી અને ગુપ્ત પ્રશ્નપત્રો સુધી હતી, જેનો ગેરફાયદો ઉઠાવીને તેણે આખી સિસ્ટમ સાથે દગો કર્યો.
આ કૌભાંડમાં મનીષા એકલી નહોતી, પરંતુ તે પી.વી. કુલકર્ણી અને મનીષા વાઘમરે સાથે મળીને એક મોટા નેટવર્ક તરીકે કામ કરી રહી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, મનીષા મંઢારેએ પોતાની પાસે રહેલું અસલી પ્રશ્નપત્ર શુભમ નામના અન્ય એક આરોપીને આપ્યું હતું, જેણે આ પેપર આગળ સપ્લાય કર્યું હતું. હવે સીબીઆઈ રિમાન્ડ દરમિયાન આ સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ પૂછપરછ કરશે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
