તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
૯૦ના દાયકાની ચર્ચિત અભિનેત્રી મમતા કુલકર્ણી સ્ટેજ પરથી મુસ્લિમોને ‘બિસ્મિલ્લાહ’ કહીને નવા વિવાદમાં ઘેરાઈ
કોલકાતાના એક કાર્યક્રમમાં અભિનેત્રીએ તમામ ધર્મો પ્રત્યે આદર વ્યક્ત કરી નબી વિશે નિવેદન આપતા સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

કોલકાતા, : બોલિવૂડની ૯૦ના દાયકાની જાણીતી અભિનેત્રી અને મહામંડલેશ્વર રહી ચૂકેલી મમતા કુલકર્ણી તાજેતરમાં કોલકાતા ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોલકાતાના એક કાર્યક્રમ દરમિયાન મમતા કુલકર્ણીએ સ્ટેજ પરથી ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા મુસ્લિમોનું ‘અસ્સલામો આલૈકુમ’ કહીને અભિવાદન કર્યું હતું અને ‘બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ’ નો ઉલ્લેખ કરીને પોતાને તમામ ધર્મો વહાલા હોવાની સાથે નબી પણ ખૂબ પ્રિય હોવાનું નિવેદન આપ્યું હતું.
આ વાયરલ થયેલા વીડિયોમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેમને કોલકાતા ખૂબ વહાલું છે અને તમામ ધર્મો એક જ સમાન છે, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ જતાં લોકોમાં વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કોલકાતા પ્રવાસની માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ ૮ અને ૯ નવેમ્બરે શહેરના વિવિધ પંડાલો અને મહાકાળી પંડાલની મુલાકાતે આવ્યા છે, અને અગાઉ રાજસ્થાનના એક કાર્યક્રમમાં પોતાના વેસ્ટર્ન પહેરવેશ વિશે પણ નિવેદન આપ્યું હતું કે તેઓ વસ્ત્રોથી બંધાયેલા નથી.
મમતા કુલકર્ણીનું આ બદલાયેલું વ્યક્તિત્વ અને નિવેદનો એટલા માટે પણ ખાસ ચર્ચામાં છે કારણ કે જાન્યુઆરી ૨૦૨૫માં પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન કિન્નર અખાડા દ્વારા તેમને સંન્યાસની દીક્ષા આપીને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા, પરંતુ વિવાદોને કારણે તેમણે ટૂંક સમયમાં જ તે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
બોલિવૂડની 'કરણ અર્જુન', 'ક્રાંતિવીર' અને 'ઘાતક' જેવી સુપરહિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર મમતા કુલકર્ણી કારકિર્દીની ટોચે પહોંચ્યા બાદ અચાનક ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગયા હતા, અને હવે તેમના આ નવા નિવેદનને કારણે આગામી દિવસોમાં પણ રાજકીય તથા ધાર્મિક વર્તુળોમાં પ્રતિક્રિયાઓ આવવાની સંભાવના છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
