News of Wednesday, 23rd September 2026
મમૂટી અને કાર્તિક આર્યનને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર
યામી ગૌતમને ‘આર્ટિકલ ૩૭૦’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો અને ‘આર્ટિકલ ૩૭૦’ને સર્વશ્રેષ્ઠ કથાચિત્રનો પુરસ્કાર મળ્યો

એકતા નગર : ગુજરાતના એકતા નગર ખાતે યોજાયેલા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. મલયાલમ ફિલ્મ ‘ભ્રમયુગમ’ માટે મમૂટીને અને હિન્દી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર અપાયો હતો. મમૂટીનો આ ચોથો રાષ્ટ્રીય અભિનય પુરસ્કાર છે. યામી ગૌતમને ‘આર્ટિકલ ૩૭૦’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો અને ‘આર્ટિકલ ૩૭૦’ને સર્વશ્રેષ્ઠ કથાચિત્રનો પુરસ્કાર મળ્યો હતો. કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ પ્રથમ વખત દિલ્હી બહાર યોજાયો હતો.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
