તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
બંગાળમાં મમતાની રાજકીય નૈયા ડગમગીઃ ૪ દિવસમાં ચાર જોરદાર આંચકાએ દીદીનું ગણિત બગાડયું
એક્ઝિટ પોલના આંકડાથી લઈને સુપ્રીમ કોર્ટની ફટકાર સુધી ચોતરફ ઘેરાયેલા તળણમૂલ કોંગ્રેસ માટે સત્તા બચાવવી બની લોઢાના ચણા ચાવવા જેવી

કોલકાતા, તા.૨: પヘમિ બંગાળમાં સત્તાના સિંહાસન પર ફરી કાબિજ થવા મથી રહેલા મમતા બેનર્જી માટે છેલ્લા ચાર દિવસ જાણે કોઈ કાળા સ્વપ્ન સમાન સાબિત થયા છે. એક તરફ એક્ઝિટ પોલના આંકડા ભાજપની ઐતિહાસિક જીત અને TMCની વિદાયના સંકેતો આપી રહ્યા છે, તો બીજી તરફ કાયદાકીય મોરચે પણ મમતા સરકારને પછડાટ મળી છે. એક્ઝિટ પોલમાં ભાજપને ૧૫૦ થી ૧૭૦ બેઠકો મળવાની આગાહીએ તળણમૂલના કેડરમાં સોંપો પાડી દીધો છે, જેના કારણે પક્ષના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં પણ હવે હારનો ગભરાટ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
કાનૂની અને વહીવટી મોરચે મળેલી હાર વધુ ગંભીર છે, કારણ કે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના તમામ દરવાજા મમતા બેનર્જી માટે બંધ થઈ ગયા છે. મતગણતરી પ્રક્રિયામાં રાજ્યના કર્મચારીઓને બદલે કેન્દ્રીય કર્મચારીઓને તૈનાત કરવાના ચૂંટણી પંચના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી દેતા TMCની બૂથ મેનેજમેન્ટ અને કાઉન્ટિંગ મેનેજમેન્ટની રણનીતિને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષે એવી દલીલ કરી હતી કે કેન્દ્રીય સ્ટાફ પક્ષપાત કરી શકે છે, પરંતુ કોર્ટે આ દલીલને ગેરસમજ ગણાવીને ફગાવી દેતા હવે દીદી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.
હવે સમગ્ર બંગાળ અને દેશની નજર ૪ મેના રોજ જાહેર થનારા પરિણામો પર છે. જો એક્ઝિટ પોલના વરતારા સાચા પડે અને કેન્દ્રીય અધિકારીઓની ચુસ્ત દેખરેખ હેઠળ થનારી મતગણતરીમાં ભાજપ બાજી મારી જાય, તો મમતા બેનર્જી માટે આ પાંચમો અને સૌથી ઘાતક આંચકો હશે. શું બંગાળની દીકરી આ પ્રતિકૂળ સંજોગોમાં ફરી ચમત્કાર કરી શકશે કે પછી કેસરીયો લહેરાતા બંગાળમાં એક નવા યુગની શરૂઆત થશે, તેનો ફેંસલો હવે ગણતરીના કલાકોમાં જ થવાનો છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
