<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

મમતાએ ૫-૫ કરોડ લઈ ૭૨ ઉમેદવારોને ટિકિટ આપી !

TMC છોડનારા ક્રિકેટર મનોજ તિવારીનો દાવો

કોલકતા તા.૬: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને ટીમ ઈન્‍ડિયાના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. બંગાળમાં TMCની કારમી હાર થયા બાદ તિવારીએ દાવો કર્યો છે કે, ટીએમસીની અનેક ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે મમતા બેનરજીને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપ્‍યા છે. તિવારીને પણ પાંચ કરોડ રૂપિયા આપવા બદલ ટિકિટ આપવાની ઓફર કરાઈ હતી, જોકે ક્રિકેટરે નાણાં આપવાનો ઈન્‍કાર કરી દીધો છે.

TMCછોડ્‍યા બાદ મનોજ તિવારીએ આક્ષેપ કર્યો કે, ‘તૃણમૂલ કોંગ્રેસે મને હાવડાની શિબપુર બેઠક પરની ટિકિટ ન આપી, કારણ કે મેં પાંચ કરોડ રૂપિયાનો ઈન્‍કાર કરી દીધો હતો. માત્ર મોટી રકમ આપનારાઓ જ ટીએમસીની ટિકિટ ખરીદી શક્‍યા છે. આ વખતે ઓછામાં ઓછા ૭૦થી ૭૨ ઉમેદવારોએ ટિકિટ માટે લગભગ પાંચ કરોડ રૂપિયા આપ્‍યા છે. મારી પાસે પણ નાણાં મંગાયા હતા, જોકે મેં આપવાનો ઈન્‍કાર કર્યો હતો. એ તો જુઓ કે, જે લોકોએ પૈસા આપ્‍યા, તેમાંથી કેટલાક લોક ચૂંટણી જીતી શક્‍યા છે.'

મનોજ તિવારીએ વધુમાં કહ્યું કે, ‘હવે મારા માટે ટીએમસી સંપૂર્ણ ખતમ થઈ ગઈ છે.' તેમણે કહ્યું કે, તેમનો રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો ન હતો. ભલે તૃણમૂલ કોંગ્રેસે તેમનો લોકસભા ચૂંટણી-૨૦૧૯માં ટિકિટની ઓફર કરી હતી. આખરે તિવારીએ વિધાનસભા ચૂંટણી-૨૦૨૧માં જંપ લાવ્‍યું હતું અને શિબપુરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી.

તેમણે કહ્યું કે, ‘તે સમયે હું આઈપીએલમાં પંજાબ માટે રમતો હતો અને મારી રણજી ટ્રોફી રમવાની ગંભીર ઈચ્‍છા હતી. જોકે દીદી ઈચ્‍છતા હતા કે, હું લોકસભામાં ચૂંટણી લડું. મેં નમ્રતાથી ઈન્‍કાર કર્યો હતો, જોકે ૨૦૨૧ની ચૂંટણી પહેલા દીદીએ મને ફરી બોલાવ્‍યો અને મને શિબપુરથી ચૂંટણી લડવા કહ્યું હતું. ત્‍યારે મેં વિચાર્યું કે, હું કંઈક સાર્થક બદલાવ લાવી શકું છું. ઉલ્‍લેખનીય છે કે, મનોજ તિવારી મમતા બેનરજીની સરકારમાં રમત-ગમત રાજ્‍ય મંત્રી હતા.

 

(10:11 AM IST)