તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
મમતા બેનર્જીએ EVM માં ગરબડનો ગંભીર આરોપ લગાવ્યો : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખળભળાટ
'કોઈપણ બટન દબાવો, મત ભાજપને જ જાય છે' - વિડીયોના હવાલા સાથે મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા

કોલકત્તા:પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇવીએમ (EVM) મશીનોની વિશ્વસનીયતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્યમાં મતદાન પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે. મમતા બેનર્જીએ એક વિડીયોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મતદાતા અન્ય કોઈ પણ પક્ષનું બટન દબાવે છે છતાં તેનો મત સીધો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જતો હોવાનું દેખાય છે.
ચૂંટણીના માહોલમાં મમતા બેનર્જીના આ નિવેદને સુરક્ષા એજન્સીઓ અને ચૂંટણી પંચનું ધ્યાન ખેંચ્યું છે. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો છે કે લોકશાહીના પર્વમાં મશીનો સાથે છેડછાડ કરીને જનમતને પ્રભાવિત કરવામાં આવી રહ્યો છે. આ આક્ષેપો બાદ બંગાળમાં રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
