News of Monday, 8th June 2026
ટીએમસીમાં આંતરિક બળવા વચ્ચે મમતા બેનર્જી દિલ્હી પહોંચ્યાઃ ઇન્ડિયા ગઠબંધનની બેઠક પૂર્વે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

નવી દિલ્હી,તા.૮: પヘમિ બંગાળમાં ચૂંટણી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણના એંધાણ છે. પક્ષના એંસીમાંથી અઠ્ઠાવન ધારાસભ્યો અને બાવીસ જેટલા સાંસદો બળવાના માર્ગે હોવાની અટકળો વચ્ચે મમતા બેનર્જી દિલ્હી પહોંચ્યા છે અને વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
રાષ્ટ્રીય રાજકારણના અહેવાલો અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અત્યારે એક મોટા રાજકીય સંકટનો સામનો કરી રહી છે. પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પક્ષમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. આ અફરાતફરી વચ્ચે ટીએમસીના વડાં મમતા બેનર્જી ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા.
આજે સોમવારે યોજાયેલી ‘ઇન્ડિયા' ગઠબંધનની બેઠક પહેલાં તેમની આ મુલાકાત અત્યંત સૂચક મનાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીએમસીના એંસીમાંથી અઠ્ઠાવન ધારાસભ્યો એક હકાલપટ્ટી કરાયેલા નેતાના સમર્થનમાં બળવો કરી રહ્યા છે.
બળવાખોર ધારાસભ્યો મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની કથિત સરમુખત્યારશાહી કાર્યશૈલીથી ભારે નારાજ છે. એવી પણ આશંકા સેવાઈ રહી છે કે ટીએમસીના અઠ્ઠાવીસ લોકસભા સાંસદોમાંથી વીસથી તેવીસ સાંસદો અલગ જૂથ બનાવી શકે છે.
દિલ્હીમાં મમતા બેનર્જીએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી, જ્યાં વિપક્ષી એકતા મજબૂત કરવા પર ઉષ્માભેર ચર્ચા થઈ હતી. આ બધા વચ્ચે સંસદમાં અભિષેક બેનર્જીના ફલોર લીડર તરીકેના પદ સામે પણ મોટા પડકારો ઊભા થાય તેવી પ્રબળ અટકળો ચાલી રહી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
