તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 2nd October 2026
'મામા' પાસે ભત્રીજા માટે આઈફોનની માંગણી: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ચૂંટણી પ્રચાર દરમિયાનની અનોખી અને રમુજી વાતચીત વાયરલ!
સિલચરમાં ચૂંટણી પ્રચાર વેળાએ નાગરિકે અચાનક નવો iPhone આપવા કહ્યું, મુખ્યમંત્રીએ ખડખડાટ હસીને વચન આપતાં સોશિયલ મીડિયા પર લોકોએ વરસાવ્યો પ્રેમ

સિલચર (આસામ) : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા તેમના લોકપ્રિય અને જનસહજ સ્વભાવ માટે જાણીતા છે, પરંતુ હાલમાં સિલચર મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ની ચૂંટણીના પ્રચાર દરમિયાન બનેલી એક ઘટનાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. પ્રચારના ભાગરૂપે જનસંપર્ક કરી રહેલા મુખ્યમંત્રી પાસે એક સ્થાનિક નાગરિકે રાજકીય ચર્ચાઓને બાજુ પર મૂકીને સીધો જ પોતાના ભત્રીજા માટે તદ્દન નવો 'આઈફોન' (iPhone) ભેટમાં આપવાની અનોખી માંગણી કરી દીધી હતી.
'જૂનો કે નવો iPhone?' - મુખ્યમંત્રીના પ્રશ્નથી માહોલ બન્યો હળવો
સિલચરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખા બહાર સ્થાનિક લોકો સાથે વાતચીત કરી રહેલા 'મામા' તરીકે જાણીતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સમક્ષ જ્યારે આ અચાનક માગણી આવી, ત્યારે તેઓ પણ થોડીવાર માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, તેમણે તુરંત જ ખીજવાવાને બદલે હળવાશથી પૂછ્યું કે, "તારે જૂનું મોડેલ જોઈએ છે કે નવું?" જ્યારે પેાલીસે કે નાગરિકે તદ્દન નવું મોડેલ માગ્યું, ત્યારે મુખ્યમંત્રી ખડખડાટ હસી પડ્યા હતા અને ત્યાં હાજર જનતા પણ આનંદિત થઈ ગઈ હતી. મુખ્યમંત્રીએ સ્મિત સાથે તેને આઈફોન અપાવવાનું હસતા-હસતા વચન આપ્યું હતું.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, નેટીઝન્સની મજેદાર પ્રતિક્રિયાઓ
આ મધુર અને રમુજી પળનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. એક્સ (અગાઉનું ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સો આ ઘટના પર જાતજાતની મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સોએ તે નાગરિકના અદ્ભુત આત્મવિશ્વાસના વખાણ કર્યા તો અન્ય લોકોએ મજાકિયા અંદાજમાં પોતાના માટે પણ ફોનની માગણી કરવાનું શરૂ કરી દીધું હતું. આસામમાં ૩ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી સિલચર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના માહોલ વચ્ચે આ હળવાશભરી ક્ષણે લોકોનું દિલ જીતી લીધું છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
