તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
પિતૃપક્ષ માટે ગયાજીમાં વિડિયો બનાવો અને ૩ લાખ રૂપિયા જીતો
પિતૃતર્પણ માટે સૌથી મોટું ગણાતું બિહારનું ગયાજી હાલમાં ધમધમી રહ્યું છે

ગયાજી તા.૮: પિતૃતર્પણ માટે સૌથી મોટું ગણાતું બિહારનું ગયાજી હાલમાં ધમધમી રહ્યું છે. પિતૃતર્પણ માટે આ સ્થળની ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક વારસા અને ભવ્યતાને છતી કરતા વિડિયો બનાવીને ગયાજીને ડિજિટલ દુનિયામાં દેશદુનિયામાં ગાજતું કરવા માટે બિહારના પર્યટન વિભાગે એક જાહેરાત કરી છે. ‘પિતૃપક્ષ મેળો એક ઇન્ફલુઅન્સની નજરે' શીર્ષક સાથે એક ઑનલાઇન સ્પર્ધા યોજવામાં આવી છે. એમાં સોશ્યલ મીડિયા ઇન્ફલુઅન્સરોએ ૧૧ ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોતાની એન્ટ્રી મોકલવાની છે. એ એન્ટ્રીની સાથે તેમના અનુભવો, વિડિયો, રીલ, હટકે ફોટોગ્રાફસ અને બ્લોગના માધ્યમથી રજૂઆત કરવાની છે. ગયાજીમાં પિડદાન, તર્પણ અને શ્રાદ્ધની પરંપરાઓ સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળો, સંસ્કૃતિ, ખાણીપીણી અને પર્યટનના અનુભવોને ક્રીએટિવ અંદાજમાં પ્રસ્તુત કરનારને પ્રોત્સાહન આપવામાં આવશે. જોકે સ્પર્ધામાં ભાગ લેનાર ઇન્ફલુઅન્સરના ઑલરેડી ઓછામાં ઓછા ૨૫,૦૦૦ ફોલોઅર્સ હોવા જરૂરી છે. જે કોઈ પણ વ્યક્તિની અભિવ્યક્તિનો અંદાજ રચનાત્મક હશે અને ઇન્ટરનેટ પર પ્રસિદ્ધિ પામશે તેને વિનર જાહેર કરવામાં આવશે અને વિનરને ૩ લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. બીજા અને ત્રીજા નંબરના વિનરને અનુક્રમે બે અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે. આશ્વાસન ઇનામો પણ છે. કુલ ૮.૨૫ લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવશે
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
