તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th April 2026
અમેરિકાની ઈરાન સામે મોટી કાર્યવાહી: પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન પરના તમામ ઈરાની બંદરો પર આકરી નાકાબંધીનો આદેશ
ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આજે સાંજે ૭.૩૦ વાગ્યાથી ઈરાન જતા અને આવતા જહાજો પર પ્રતિબંધ : હોર્મુઝ મારફતે બિન-ઈરાની બંદરો તરફ જતા અને આવતા જહાજો માટેની આવ-જા રોકશે નહીં

વોશિંગ્ટન: અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરાયું છે કે આજે ૧૩ એપ્રિલથી પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં ઈરાનના તમામ બંદરો પર આકરો પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, જોકે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી અન્ય દેશોના જહાજો પસાર થઈ શકશે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ ઈરાન સામે આર્થિક અને લશ્કરી ગાળિયો કસવાની દિશામાં એક મોટી જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, સોમવાર, ૧૩ એપ્રિલના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી (અમેરિકન ઈસ્ટર્ન ટાઈમ મુજબ અને ભારતીય સમય પ્રમાણે આજે સોમવારે સાંજે ૭:૩૦ વાગ્યે) અમેરિકન નૌકાદળ અને અન્ય સૈન્ય દળો ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અથવા ત્યાંથી નીકળતા તમામ દેશોના જહાજો સામે આકરી નાકાબંધી શરૂ કરશે.
આ ભીંસ વધારવા માટે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન પરના તમામ ઈરાની બંદરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જોકે, આ તંગદિલી વચ્ચે સેન્ટકોમે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ નાકાબંધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે બિન-ઈરાની બંદરો તરફ જતા અને આવતા જહાજો માટે નેવિગેશનની (આવ-જા કરવાની) સ્વતંત્રતાને અવરોધશે નહીં. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, આ પગલાંથી મધ્ય પૂર્વમાં પહેલેથી જ ચાલી રહેલો તણાવ ચરમસીમા પર પહોંચી શકે છે. *
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
