<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

અમેરિકામાં ડિજિટલ સુરક્ષા સામે મોટો ખતરો: FBI અને કૃષિ વિભાગ પર અલગ-અલગ સાયબર હુમલા

​ખેડૂતોની ચુકવણી પ્રણાલી અને ગુનાહિત ડેટાબેઝ નિશાન પર; વ્હાઇટ હાઉસમાં સાયબર વડાને હટાવાયા, ટ્રમ્પ દ્વારા 'શાંત રહેવા'ની અપીલ

​વૉશિંગ્ટન : અમેરિકાની મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓની ડિજિટલ સુરક્ષા ફરી એકવાર જોખમમાં મુકાઈ છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર (USDA) પર અલગ-અલગ સાયબર હુમલા થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે અમેરિકામાં બેંકો, પરિવહન સેવાઓ, સંચાર માધ્યમો અને નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA) ના અતિ-ગુપ્ત નેટવર્ક સહિતની અનેક ટેકનિકલ ખામીઓ અને આઉટેજેસથી ચિંતા વધી રહી છે.

(5:10 PM IST)