News of Tuesday, 8th September 2026
મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલા મોટો સુરક્ષા ભંગ: 2 શંકાસ્પદોની અટકાયત
NMACC ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટના સ્થળેથી ગન અને ફેક ID કાર્ડ સાથે બે પકડાયા: ૧૧ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ આગમન અને કાર્યક્રમ પહેલા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) અને જિયો વર્લ્ડ પ્લાઝા ખાતે પીએમઓ (PMO) ના નકલી અધિકારી અને તેના બોડીગાર્ડની મુંબઈ પોલીસે અટકાયત કરી છે. શંકાસ્પદો પાસેથી એક બંદૂક અને પ્રધાનમંત્રી કાર્યાલયનું નકલી ઓળખપત્ર મળી આવતાં પોલીસ અને ક્રેડિટ બ્રાન્ચ ચોંકી ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી મંગળવારે સાંજે NMACC ખાતે 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ' (GFF) નું ઉદ્ઘાટન કરવાના હતા. તે પૂર્વે ૭ સપ્ટેમ્બરે ઘૂસણખોરીનો આ પ્રયાસ થયો હતો. પકડાયેલા બે શંકાસ્પદોની ઓળખ ૨૪ વર્ષીય રોહન પ્રેમલાલ પરીખ (જેણે પોતે PMO અફસર હોવાનો દાવો કર્યો હતો) અને ૪૯ વર્ષીય દિલીપ રાજા કુંડે (જે બોડીગાર્ડ બન્યો હતો) તરીકે થઈ છે. અદાલતે બંનેને ૧૧ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં સોંપ્યા છે. શંકાસ્પદો નકલી સરકારી ID નો ઉપયોગ કરીને સુરક્ષા કર્મચારીઓને ચકમો આપી હથિયાર સાથે પરિસરમાં બળજબરીથી ઘૂસ્યા હતા. BKC પોલીસ સ્ટેશનમાં BNS ની કલમો હેઠળ ગેરકાયદેસર પ્રવેશ અને સરકારી કર્મચારી હોવાનો ઢોંગ કરવા અંગે FIR નોંધવામાં આવી છે.જપ્ત કરાયેલ હથિયારનું લાયસન્સ માન્ય હોવાનું સામે આવ્યું છે, પરંતુ વડા પ્રધાનના કાર્યક્રમ સ્થળે નકલી આઈડી સાથે પ્રવેશવાના તેમના વાસ્તવિક હેતુની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેમના મોબાઈલ, દસ્તાવેજો અને અન્ય સામાન કબજે કરીને પૂછપરછ હાથ ધરી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
