તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
રાજસ્થાન નગરપાલિકાની ચૂંટણી બાદ મોટો રાજકીય ધમાસાણ: કોંગ્રેસમાં આંતરિક બળવાખોરીથી ભાજપનો વિજયી માર્ગ સુગમ બન્યો
રિસોરેટ રાજકારણ, 'વાડાબંધી' અને પોલીસ દરોડા વચ્ચે ઘમાસાણ: મેયર-ચેરમેનની ચૂંટણી પહેલાં કાઉન્સિલરોને ચાર્ટર્ડ પ્લેનમાં બેંગલુરુ ખસેડાયા

જયપુર: રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ મેયર અને ચેરમેન પદ કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચેકમેટનો ખેલ ચરમસીમાએ પહોંચી ગયો છે. ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ બહુમતી કે ત્રિશંકુ સ્થિતિ વચ્ચે બંને પક્ષો અપક્ષ કાઉન્સિલરોના સહારે પોતાની સરકાર બનાવવાની હોડમાં લાગી ગયા છે. જોકે, અનેક મહત્વના શહેરોમાં કોંગ્રેસમાં ફાટી નીકળેલા આંતરિક બળવા, ઉમેદવારોના અસંતોષ અને ક્રોસ વોટિંગના ભયને કારણે ભાજપ માટે સત્તાનો રસ્તો સુગમ બનતો દેખાઈ રહ્યો છે.
હાલ સમગ્ર રાજસ્થાનમાં જીતેલા કાઉન્સિલરોને ખરીદ-વેચાણથી બચાવવા માટે હોટલો અને રિસોર્ટમાં 'વાડાબંધી' (કેદ) કરવામાં આવ્યા છે, જ્યાંથી કાઉન્સિલરોના ભાગી જવા, પકડાઈ જવા અને પોલીસ દરોડાના હાઈ-વોલ્ટેજ ડ્રામા સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચના આયોજન મુજબ જયપુર, જોધપુર અને કોટા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મેયરની ચૂંટણી 26 સપ્ટેમ્બરે યોજાશે, જ્યારે બાકીની સાત મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે 21 સપ્ટેમ્બરે મતદાન હાથ ધરાશે.
:પુનઃ મતદાનના પરિણામો બાદ ભાજપ 45 બેઠકો સાથે કોંગ્રેસ (44 બેઠકો) કરતાં આગળ નીકળી ગયું છે. અહીં 11 અપક્ષ કાઉન્સિલરો નિર્ણાયક ભૂમિકામાં છે. એક અપક્ષ કાઉન્સિલર ભાજપ છાવણીમાં જોડાતાં કોંગ્રેસે પોલીસ પ્રશાસન પર બળજબરીથી પોતાના સમર્થકોને ભાજપમાં મોકલવાનો આરોપ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસમાં આંતરિક બળવો ફાટી નીકળ્યો છે. વરિષ્ઠ નેતા બી.ડી. કલ્લાના ભત્રીજા અનિલ કલ્લાને ઉમેદવાર બનાવતાં નારાજ કાઉન્સિલર નવરતન ડાગાએ બિકાનેર કોંગ્રેસ પર 'પરિવારવાદ'નો આરોપ લગાવી અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે.
29 બેઠકો જીતવા છતાં કોંગ્રેસ સંકટમાં છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સુમિત્રા જૈન સામે પક્ષના જ કાઉન્સિલર રાજબાલા હિંગડે બળવો કરીને અપક્ષ ઉમેદવારી ફાઈલ કરી છે, જેને લઈને નેતાઓના સમર્થકો વચ્ચે શારીરિક ઝપાઝપી પણ થઈ હતી.
અજમેરમાં સેંધમારીના ભયથી ચિંતિત કોંગ્રેસ નેતૃત્વએ પોતાના 37 કાઉન્સિલરોને બે દિવસ રાજસ્થાનની હોટલમાં રાખ્યા બાદ ચાર્ટર્ડ પ્લેન મારફતે સીધા બેંગલુરુ મોકલી આપ્યા છે. આમ છતાં, ત્યાં પણ ટિકિટ કાપાતા રશ્મિ શર્માએ બળવાખોર વલણ અપનાવ્યું છે. બીજી તરફ, ભરતપુરમાં ઉમેદવાર ન ઊભો રાખવાના કોંગ્રેસના નિર્ણય અને અલવરમાં કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપ માટે જીત આસાન બની ગઈ છે.
આ સિવાય ધોલપુર જિલ્લા પરિષદની કેદમાંથી ભાગી છૂટેલા ત્રણ કોંગ્રેસી કાઉન્સિલરોને ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરીમાંથી પકડીને પાછા લવાયા હતા, જ્યારે ઝુંઝુનુ (મંડવા)માં કાઉન્સિલરો રોકાયા હતા તે હોટલ પર પોલીસે દરોડા પાડતા ભારે હંગામો થયો હતો. હવે સૌની નજર 21 અને 26 સપ્ટેમ્બરના મતદાન પર મંડાયેલી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
