News of Tuesday, 29th September 2026
દશેરા પછી કેન્દ્રમાં મોટા રાજકીય અને પ્રશાશનિક ફેરફારોની શક્યતાઃ મોદી સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણ-બદલાવની તૈયારીઓ તીવ્ર
આગામી ૨૨ દિવસ સુધી કોઈ મોટા નિર્ણયો ન થવાના સંકેતઃ દશેરા બાદ કેન્દ્રીય મંત્રીઓના રિપોર્ટ કાર્ડના આધારે ફેરબદલ તેમજ વરિષ્ઠ અધિકારીઓની નિમણૂકો સાથે બજેટની તૈયારીઓ થશે શરૂ (ન્યૂઝફર્સ્ટ)

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ): કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા દશેરાના તહેવાર બાદ મોટા રાજકીય અને પ્રશાસનિક નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. વર્તમાનમાં આગામી ૨૨ દિવસ સુધી કોઈ મોટા રાજકીય એલાન ન થવાના સંકેત મળી રહ્યા છે, જેને પગલે દશેરા પછી થનારી મોટી હિલચાલ પર સૌની નજર ટકેલી છે પડદા પાછળ મંત્રીમંડળના ફેરબદલ અને નવી નિમણૂકો અંગે શાંતિપૂર્ણ રીતે આયોજન ચાલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રીઓના કામગીરી આધારિત 'રિપોર્ટ કાર્ડ', મંત્રીમંડળના પુનઃગઠનની યોજનાઓ અને નવા ચહેરાઓને સ્થાન આપવા અંગે ઉચ્ચ સ્તરે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. દશેરા પૂર્ણ થયા બાદ તરત જ રાજકીય ક્ષેત્રે મંત્રીમંડળનો વિસ્તાર તેમજ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓની મોટા પાયે બદલી અને નિમણૂકોની ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
પ્રશાસનિક અને રાજકીય ફેરફારો પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા દેશના આર્થિક અને નીતિગત ક્ષેત્રે પણ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ ઓક્ટોબર મહિનાથી જ આગામી કેન્દ્રીય બજેટ માટેની પ્રારંભિક તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર વિગતો સામે આવવાની અપેક્ષા છે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
