<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

દિલ્હીમાં 'લેહરા દો તિરંગા' પ્રદર્શન પહેલા પોલીસની મોટી કાર્યવાહી : કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દિપકે અને આઈસા અધ્યક્ષ નેહા બોરા અટકાયતમાં

ઝંડેવાલા અને મંડી હાઉસ ખાતેથી પોલીસે કરી અટકાયત : સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી

નવી દિલ્હી: દિલ્હીના કનોટ પ્લેસ ખાતે યોજાનાર 'લેહરા દો તિરંગા' પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતા અભિજીત દિપકે અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના પ્રમુખ નેહા બોરાને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા છે.

ગુરુવારે નવી દિલ્હીના પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે આ બંને નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. ત્યારબાદ શુક્રવારે પ્રદર્શનમાં જોડાવા નીકળેલા અભિજીત દિપકેને મધ્ય દિલ્હીના ઝંડેવાલા સ્થિત તેમના ઘેરથી જ્યારે નેહા બોરાને મંડી હાઉસ પાસેથી પોલીસે અટકાયતમાં લીધા હતા. આ અટકાયત દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ, કેમેરા ક્રૂ અને ભીડ વચ્ચે ભારે અફરાતફરી અને ધક્કામુક્કી જેવો માહોલ સર્જાયો હતો.

પોલીસ કાર્યવાહી અગાઉ, શુક્રવારે સવારે જ દિલ્હી પોલીસના ૨૦ કરતા વધુ જર્ના અને જવાનો અભિજીત દિપકેના ઝંડેવાલા સ્થિત નિવાસ્થાને પહોંચ્યા હતા. પોલીસે તેમને નાગરિકો, વેપારીઓ, મુસાફરો અને દર્દીઓના અધિકારોને નુકસાન પહોંચાડી શકે તેવી કોઈપણ પ્રવૃત્તિથી દૂર રહેવા માટેનો આદેશ કરતી એક નોટિસ પણ ફટકારી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારની સાંજના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે.

(7:29 PM IST)