તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
દેશના હવામાનમાં બે મોટા દરિયાઈ ક્ષેત્રોને કારણે મોટી ઉથલપાથલ: અરબ સાગરથી બંગાળની ખાડી સુધી તોફાની હલચલ
મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક સહિત ઓછામાં ઓછા 14 રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના

નવી દિલ્હી : દેશના હવામાનમાં બે મોટા દરિયાઈ ક્ષેત્રોને કારણે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. અરબ સાગરથી લઈને બંગાળની ખાડી સુધી સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી અસર દેશના વિવિધ ભાગો પર પડી રહી છે. દૈનિક હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી 12 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે, જેના કારણે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક સહિત ઓછામાં ઓછા 14 રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય પુડુચેરી, કરાઈકલ, અંદમાન-નિકોબાર અને લક્ષદ્વીપ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદ ત્રાટકી શકે છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
