તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
વૈશ્વિક સ્તરે મોટો રાજદ્વારી વળાંક: અમેરિકાએ ઈરાન પરથી ઓઈલ પ્રતિબંધોમાં 60 દિવસની કામચલાઉ છૂટ આપી
ઈરાન પોતાના દેશમાં ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના નિરીક્ષકોને પણ તપાસ માટે મંજૂરી આપવા સંમત થયું

સ્વિટ્ઝરલેન્ડમાં ચાલી રહેલી સકારાત્મક અને મહત્વપૂર્ણ વાટાઘાટો વચ્ચે વૈશ્વિક સ્તરે એક મોટો રાજદ્વારી વળાંક આવ્યો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ન્યૂક્લિયર ફ્રેમવર્ક વાટાઘાટોના ભાગરૂપે ઈરાને સ્ટ્રેટ હોર્મુઝમાં મુક્ત અને ખુલ્લા પરિવહન માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સાથે જ ઈરાન પોતાના દેશમાં ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના નિરીક્ષકોને પણ તપાસ માટે મંજૂરી આપવા સંમત થયું છે. આ સકારાત્મક વલણના પગલે, અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે એક મોટો નિર્ણય લેતા ઈરાની ક્રૂડ ઓઈલના ઉત્પાદન, ડિલિવરી અને વેચાણ માટે આગામી 21 ઓગસ્ટ 2026 સુધી કામચલાઉ જનરલ લાયસન્સ જાહેર કર્યું છે. વૈશ્વિક ઊર્જા બજાર અને પૂર્વ-પશ્ચિમના રાજદ્વારી સંબંધો પર આ નિર્ણયની વ્યાપક અસરો જોવા મળી શકે છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
