<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા બાદ રાજ્યભરમાં મોટી કાર્યવાહી અત્યાર સુધીમાં 350થી વધુ લોકોની ધરપકડ

રાજધાની પટણામાં સૌથી વધુ 258 લોકોની ધરપકડ: રાજ્યમાં 1500થી વધુ શંકાસ્પદ લોકો પોલીસના રડાર પર હોવાનું સામે આવ્યું

બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓ બાદ રાજ્ય પોલીસ દ્વારા રાજ્યભરમાં મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં CCTV Footage, ડ્રોન કેમેરા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 350થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 1500થી વધુ શંકાસ્પદ લોકો પોલીસના રડાર પર હોવાનું સામે આવ્યું છે.

રાજધાની પટણામાં સૌથી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. અહીંથી 258 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે હિંસામાં સામેલ અન્ય લોકોની ઓળખ માટે વીડિયો અને ફોટોગ્રાફ્સનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલાક શંકાસ્પદોના ફોટા જાહેર કરીને સામાન્ય નાગરિકોને ઓળખમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

સારણ જિલ્લામાં પોલીસે 200થી વધુ લોકોને અટકાયતહેઠળ લીધા હતા. જેમાંથી 30 આરોપીઓને ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સાસારામમાં હિંસાની ઘટનામાં સંડોવાયેલા 35 લોકોની ઓળખ થઈ ચૂકી છે અને તેમની શોધખોળ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે.

સીતામઢીમાં પોલીસે 159 શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. અહીં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કિશનગંજ જિલ્લાના બહાદુરગંજ વિસ્તારમાં બે અલગ-અલગ એફઆઈઆર નોંધાઈ છે અને 22 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

 

ભાગલપુરમાં હિંસાની ઘટનાને લઈને 500 અજાણ્યા લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ થઈ છે. પૂર્ણિયામાં 27 નામાંકિત અને 250 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. લખીસરાયમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 19 શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ ઓળખ માટે જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હિંસામાં સામેલ દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(1:13 PM IST)