તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
દેહરાદૂનના પ્રખ્યાત પર્યટન સ્થળ પર ફોટોગ્રાફી માટે પોઝ આપતી વખતે મહિલા નદીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત
હરિયાણાથી સહસ્ત્રધારા ફરવા આવેલા ૨૮ વર્ષીય મહિલાનો પગ લપસી જતા સર્જાયેલી કરૂણ દુર્ઘટનાથી ભારે અરેરાટી

દહેરાદૂન: ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ દેહરાદૂન ખાતે આવેલા સહસ્ત્રધારા વિસ્તારમાં હરિયાણાથી ફરવા આવેલી ૨૮ વર્ષીય મહિલા નદીના તીવ્ર પ્રવાહમાં ફોટોગ્રાફી માટે પોઝ આપી રહી હતી ત્યારે અચાનક પગ લપસી જવાથી વહેણના પ્રચંડ જોરમાં તણાઈ ગઈ હતી, જેના કારણે હોસ્પિટલ પહોંચાડતા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટનાની જાણ થતા જ રાજપુર પોલીસ સ્ટેશનની ટીમ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટિમો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક રહેવાસીઓની મદદથી સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને મહિલાને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ રસ્તામાં જ અથવા હોસ્પિટલ પહોંચતાની સાથે જ વધુ પાણી પી જવાથી તેનું કરૂણ મોત નીપજ્યું હતું, જેથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પ્રવાસીઓમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
આ અકસ્માતના પગલે પ્રવાસન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા અને પ્રવાસીઓની લાપરવાહી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે, અને વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં નદી કિનારે કે જોખમી વિસ્તારોમાં પ્રવાસીઓની સુરક્ષા માટે વિશેષ ચેતવણી બોર્ડ લગાવવા તથા સઘન પેટ્રોલિંગ વધારવાની તકેદારીના પગલાં લેવામાં આવશે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
