<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

દુષ્કાળગ્રસ્ત ખેડૂતો માટે મહારાષ્ટ્રના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ આપશે ઓક્ટોબરનો એક દિવસનો પગાર; મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ફાળો જમા કરાવવાનો નિર્ણય

અસરગ્રસ્ત ખેડૂતોને જમીન મહેસૂલમાં મુક્તિ, પાકધિરાણનું પુનર્ગઠન અને ખેતીસંબંધિત ધિરાણની વસૂલાત ઉપર રોક સહિતની રાહતો જાહેર

મુંબઈ: મહારાષ્ટ્રમાં દુષ્કાળનો સામનો કરતા ખેડૂતોની મદદ માટે વરિષ્ઠ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ ઓક્ટોબર, ૨૦૨૬નો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ભંડોળમાં આપવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓના સંગઠને આ અંગે રાજ્ય સરકારને સત્તાવાર પત્ર સોંપ્યો છે.

રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગે ૧૪ ઓક્ટોબરે ૩૦૫ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. અસરગ્રસ્ત ખેડૂતોને જમીન મહેસૂલમાં મુક્તિ, પાકધિરાણનું પુનર્ગઠન અને ખેતીસંબંધિત ધિરાણની વસૂલાત ઉપર રોક સહિતની રાહતો જાહેર થઈ છે. કૃષિપંપના વીજબીલમાં રાહત અને અસરગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થીઓની પરીક્ષાફી માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. પાણીની અછત અને ખેતીના સંકટથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહાય માટે અધિકારીઓએ આર્થિક ફાળો આપવાની પહેલ કરી છે.

(11:33 PM IST)