News of Thursday, 12th November 2026
દિલ્હીમાં મહાપર્વ છઠ પૂજા માટે તંત્ર દ્વારા ભવ્ય અને વ્યાપક તૈયારી : મુનક નહેરના કિનારે 11 કિલોમીટર લાંબો વિશાળ છઠ ઘાટ તૈયાર
પૂર્વાંચલી શ્રદ્ધાળુઓની સુવિધા અને આસ્થાને ધ્યાનમાં રાખીને આ વખતે સમગ્ર દિલ્હીમાં 1400થી પણ વધુ સ્થળોએ પૂજા ઘાટનું નિર્માણ કરાયું

નવી દિલ્હી :દિલ્હીમાં મહાપર્વ છઠ પૂજા માટે તંત્ર દ્વારા ભવ્ય અને વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે,જેના ભાગરૂપે મુનક નહેરના કિનારે આશરે 11 કિલોમીટર લાંબો વિશાળ છઠ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રભારી /વરિષ્ઠ નેતા દ્વારા આ નવનિર્મિત ભવ્ય ઘાટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે.પૂર્વાંચલી શ્રદ્ધાળુઓની સુવિધા અને આસ્થાને ધ્યાનમાં રાખીને આ વખતે સમગ્ર દિલ્હીમાં 1400થી પણ વધુ સ્થળોએ પૂજા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી લાખો ભક્તો સુવિધાયુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી શકે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
