<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

આજથી mAadhaar એપ બંધ! નવી Aadhaar App લોન્‍ચ

એક જ મોબાઇલમાં પાંચ આધાર પ્રોફાઇલ ઉમેરવાની સુવિધા : નવી એપમાં વધુ સુરક્ષા, સરળ વેરિફિકેશન અને અનેક નવા સ્‍માર્ટ ફીચર્સ ઉપલબ્‍ધ

નવી દિલ્‍હી, તા.૩૦: જો તમે અત્‍યાર સુધી તમારા સ્‍માર્ટફોનમાં mAadhaar એપનો ઉપયોગ કરતા હતા તો તમારા માટે મહત્‍વના સમાચાર છે. UIDAIએ જાહેરાત કરી છે કે mAadhaar એપ ૩૦ જૂનથી બંધ કરવામાં આવી રહી છે. હવે આ એપની જગ્‍યાએ નવી Aadhaar App લોન્‍ચ કરવામાં આવી છે, જેમાં વધુ સુરક્ષા, સરળ વેરિફિકેશન અને અનેક નવા સ્‍માર્ટ ફીચર્સ આપવામાં આવ્‍યા છે. જો તમે હજુ પણ જૂની એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો હવે નવી એપ પર સ્‍વિચ કરવાનો સમય આવી ગયો છે. ચાલો જાણીએ નવી Aadhaar App કેવી રીતે ડાઉનલોડ કરવી અને તેમાં કયા નવા ફાયદા મળશે.

નવી Aadhaar App એન્‍ડ્રોઇડ અને iPhone બંને માટે ઉપલબ્‍ધ છે. તમે તેને Google Play Store અથવા Apple App Store પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. એપ ઇન્‍સ્‍ટોલ કર્યા બાદ સૌપ્રથમ તમારી પસંદગીની ભાષા પસંદ કરો. ત્‍યારબાદ આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર દાખલ કરીને બ્‍વ્‍ભ્‍ દ્વારા વેરિફિકેશન પૂરું  કરો. પછી ફેસ ઓથેન્‍ટિકેશન માટે કેમેરા દ્વારા તમારો ચહેરો સ્‍કેન કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂરી થયા પછી એપ માટે ૬-અંકનો સુરક્ષા PIN બનાવવો પડશે. ઇચ્‍છો તો ફિંગરપ્રિન્‍ટ અથવા ફેસ અનલૉકનો વિકલ્‍પ પણ ચાલુ કરી શકો છો. અંતમાં આધાર નંબર દાખલ કરીને ફરી એકવાર OTP વેરિફિકેશન કર્યા બાદ એપ ઉપયોગ માટે તૈયાર થઈ જશે.

નવી Aadhaar Appનું સૌથી મોટું ફીચર એ છે કે હવે દરેક જગ્‍યાએ સંપૂર્ણ આધાર કાર્ડ બતાવવાની જરૂર રહેશે નહીં. જરૂરિયાત મુજબ તમે માત્ર તમારું નામ, સરનામું, ઉંમર અથવા ફોટોગ્રાફ જેવી ચોક્કસ વિગતો જ શેર કરી શકશો. આથી તમારી વ્‍યક્‍તિગત માહિતી વધુ સુરક્ષિત રહેશે. ઉપરાંત એપમાં QR કોડ આધારિત વેરિફિકેશનની સુવિધા આપવામાં આવી છે. હોટલમાં ચેક-ઇન, હોસ્‍પિટલમાં નોંધણી, ઉંમર ચકાસણી અથવા અન્‍ય ઓળખ સંબંધિત કામ માટે હવે આધારની ફોટોકોપી આપવાની જરૂર નહીં પડે. માત્ર મ્‍ય્‍ કોડ સ્‍કેન કરીને વેરિફિકેશન થઈ જશે.

સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે નવી એપમાં ફેસ ઓથેન્‍ટિકેશન સાથે બાયોમેટ્રિક મેનેજમેન્‍ટની સુવિધા પણ આપવામાં આવી છે. હવે તમે તમારા મોબાઇલ પરથી જ આધારના ફિંગરપ્રિન્‍ટ અને ફેશિયલ બાયોમેટ્રિક્‍સને લોક અથવા અનલૉક કરી શકશો. એટલું જ નહીં, તમારા આધારનો કયાં અને કયારે ઉપયોગ થયો તેની સંપૂર્ણ માહિતી પણ એપમાં જોઈ શકશો. જો કોઈ શંકાસ્‍પદ -વળત્તિ જોવા મળે તો તમે સમયસર જરૂરી કાર્યવાહી કરી શકશો. આ ફીચર આધારના દુરુપયોગને રોકવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

નવી Aadhaar Appમાં એક જ મોબાઇલ ફોનમાં પાંચ અલગ-અલગ આધાર પ્રોફાઇલ ઉમેરવાની સુવિધા આપવામાં આવી છે. આ ખાસ કરીને એવા પરિવારો માટે ખૂબ ઉપયોગી રહેશે, જ્‍યાં બાળકો અથવા વડીલોના આધારની વિગતોનું સંચાલન એક જ વ્‍યક્‍તિ કરે છે. ઉપરાંત મોબાઇલ નંબર, સરનામું જેવી કેટલીક વિગતો પણ એપ દ્વારા અપડેટ કરી શકાય છે. UIDAIએ ભવિષ્‍યમાં આ એપમાં વધુ નવી સુવિધાઓ ઉમેરવાના સંકેત પણ આપ્‍યા છે. તેથી જો તમે હજુ પણ mAadhaar એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો શકય તેટલી વહેલી તકે નવી Aadhaar App ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ શરૂ કરવો વધુ યોગ્‍ય રહેશે.

(3:12 PM IST)