<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

‘‘મા'' એ એકાક્ષરી મંત્ર છે : રામચરિત માનસમાં હનુમાનજી ૧૧ પ્રકારના દૂત છે : પૂ. મોરારીબાપુ

મહારાષ્‍ટ્રનાં કિલ્લારી-લાતુરમાં ‘‘માનસ વાલ્‍મીકિ આશ્રમ'' શ્રી રામ કથાનો આજે સાતમો દિવસ

રાજકોટ, તા. ર૯ :  મહારાષ્‍ટ્રની વાકકરી ચેતનાથી સભર કિલ્લારી (લાતુર) ની ધરતી પર પ્રવાહિત થઇ રહેલી ‘‘માનસ વાલ્‍મીકિ આશ્રમ'' રામકથા ગઇકાલે છઠ્ઠા દિવસના પડાવ પર પ્રવેશી હતી. કથાનો દિવ્‍ય-મંગલ પ્રેમમય સંવાદને આગળ વધારતા કહ્યું કે આ કથાનો મનોરથએ ગઇકાલે મને કહ્યું કે -બાપુ અમે વર્ષમાં  તમારી ચાર-પાંચ કથાઓ સાંભળીએ છીએ પણ એમાંથી કશું યાદ નથી રહેતું !એનું કારણ શું ?

જવાબ : યાદ ન રહે એ સારું છે, કેટકેટલા પ્રસંગો છે. પણ કેવળ હરિનામ યાદ રહે એ જ સાચુ  છે. ‘રામ કૃષ્‍ણ હરિ' એ યાદ રહે તો ભયો ભયો હરિનામ-હરિસ્‍મરણ જ ખરું છે. વિસ્‍મૃતિ એ પરમાત્‍માનું વરદાન છે. અને કૃષ્‍ણની સ્‍મૃતિ રહે એ જ સાચુ મે કહ્યું હતું કે મૈ ઔર મેરી તન્‍હાઇ પણ અધ્‍યાત્‍મ જગતમાં મેં ઔર મેરા કન્‍હાઇ... તો કોઇ એ પુછયું કે બાપુ, કન્‍હાઇ  એટલે શું ? જવાબ કન્‍હાઇ એટલે કૃષ્‍ણ.

કુરૂક્ષેત્રની કથા વખતે મને દિલ્‍હીના એકપત્રકાર બહેને લાંબો ઇન્‍ટરવ્‍યું કર્યો હતો એ વખતે કહ્યું હતું કે બાપુ તમે સફેદ દાઢીમાં સાધુ જેવા લાગો છો પણ કાળી દાઢીમાં ડાકુ જેવા લાગો છો !! હમણા શુકતીર્થની કથામાં કોઇએ મને પુછયું હતું કે બાપુ, તમે કયારેય જૂઠ બોલ્‍યા છો ! મેં કીધુ કે હું રોજ જૂઠ બોલું છું. આપણે સૌ રોજ જૂઠ બોલીએ છીએ. મતલબ આપણે સૌ વેદવ્‍યાસજીનું જૂઠ બોલીએ છીએ એટલે કે વેદવ્‍યાસજીનું એઠુંએ અર્થમાં જૂઠ બોલીએ છીએ.

પૂ. મોરારીબાપુએ વાલ્‍મીકી આશ્રમનું દર્શન કરાવતા ખુબ કૃદયસ્‍પર્શી રીતે લવ-કુશ અયોધ્‍યામાં રામકથાનું ગાન કરવા જાય છે કે દૃશ્‍યાવલી સજળનયને પ્રસ્‍તુત કરી હતી ત્‍યારે સમગ્ર કથામંડપના સૌ ફલાવર્સની આંખો પણ ભીની થઇ હતી. અયોધ્‍યાની સમગ્ર પ્રજા લવ-કુશને રામકથા ગાન કરતા સાંભળીને મંત્રમુગ્‍ધ થાય છે. અને સૌને લવ-કુશનું આકર્ષણ થાય છે. વાલ્‍મિકીનો હેતુએ છે કે લવ-કુશ એટલા માટે અયોધ્‍યા નગરની પ્રજા વચ્‍ચે રામ કથાનું ગાન કરે છ જેથી સીતા પર અયોધ્‍યાની પ્રજાએ લગાડેલું કલંક દૂર થાય અને રામ પ્રજાનો આધાર છે, રામે પ્રજાની સેવા માટે સીતાનો ત્‍યાગ કર્યો હતો એ રામ વિશે અયોધ્‍યાની પ્રજાને પ્રાયヘતિ થાય એ માટે વાલ્‍મીકિજી લવ-કુશને અયોધ્‍યા મોકલે છે. લવ-કુશ અયોધ્‍યા જાય છે, અયોધ્‍યાની ગલી-ગલીમાં રામકથાનું ગાન કરે છે.

લવ-કુશ યજ્ઞ શાળામાં રામકથા ગાન કરે છે, રાજારામજી દક્ષિણમાં ચાંદીના થાળમાં અઢાર હજાર સુર્વણ મુદ્રા આપે છે ત્‍યારે લવ-કુશ એનો અસ્‍વીકાર કરે છે અને રામજીને કહે છે. આ સુવર્ણ મુદ્રા તમારા સેવકો વચ્‍ચે વેંચી દેશો !! બાપુને સમગ્ર પ્રસંગનું જીવંત દૃશ્‍ય ઉભું કરી સૌ કથાપ્રેમીઓને સ્‍તબ્‍ધ સ્‍થિતિમાં મુકી દીધા હતાં.  આજે શ્રી રામકથાનો સાતમો દિવસ છે.(૯.૧પ)

-મનોજ જોષી -મજો

રાજકોટ મો. ૮૧૪૦ર ૧૩૧૩૦

મો. ૯૪ર૬ર ૪ર૧૧પ

(4:31 PM IST)