તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર અનોખો નજારો, વરસાદી પાણી સૂકવવા માટે પંખા લગાવ્યા
૧૩ જૂલાઈના રોજ જે લખનઉ-કાનપુર ગ્રીનફીલ્ડ એલિવેટેડ એક્સપ્રેસવેનું ઉદઘાટન થયું, તે ખાલી ૧૨ દિવસ બાદ તૂટી ગયો. જે બાદ સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થયા

લખનઉ તા.૭: કવરસાદ બાદ લખનઉ કાનપુર એક્સપ્રેસવે પર કેટલીય જગ્યાએ રોડ તૂટવાની ફરિયાદો આવી. જે બાદ NHAIએ કોન્ટ્રાક્ટર પર એક્શન લીધી. આ દરમ્યાન રોડ સૂકવવા માટે જે ટેકનિક અપનાવી તેના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. જ્યાં લોકો આ જુગાડ જોઈ તેની મજા લઈ રહ્યા છે.
૧૩ જૂલાઈના રોજ જે લખનઉ-કાનપુર ગ્રીનફીલ્ડ એલિવેટેડ એક્સપ્રેસવેનું ઉદ્ધાટન થયું, તે ખાલી ૧૨ દિવસ બાદ તૂટી ગયો. જે બાદ સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થયા. પછી રોડના એક ભાગ પર પેચ વર્ક ચાલૂ થયું. પણ આ દરમ્યાન ઈન્ટરનેટ પર એક એવી ક્લિપ સામે આવી, જેમાં રોડ સૂકવવા માટે પંખાની મદદ લેવામાં આવી. આ જોયા બાદ લોકોએ મજા લેવાની શરુ કરી દીધી.
રોડ પર ચાલી રહેલા રિપેરિગ કામ દરમ્યાન વરસાદ આવ્યો અને જતો રહ્યો. આ દરમ્યાન પાણી સૂકવવા માટે કામ કરી રહેલી કંપનીએ પંખા લગાવી દીધા. પણ યુઝર્સનો સવાલ એ છે કે તેનાથી રોડ કેટલા દિવસમાં સૂકાઈ જશે. વાયરલ વીડિયોમાં વાદળી શર્ટમાં દેખાઈ રહેલો શખ્સ જણાવે છે કે, નેશનલ હાઈવે રોડ પર રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, આજે તેનો પાંચમો દિવસ છે અને વરસાદનું પાણી સૂકવવા માટે પંખા લગાવવામાં આવ્યા છે.
એક્સ યુઝરે પંખાથી રોડ સૂકવતા હોય તેવા વીડિયો શેર કરી લખી રહ્યા છે કે યૂપીમાં લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર પેચ વર્ક પાસે ભરેલા વરસાદી પાણીને સૂકવવા માટે ૧૦ પંખા લગાવ્યા છે. આ ટેકનિક દેશની બહાર ન જવી જોઈએ.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
