તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
લખનઉ અગ્નિકાંડ: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દિલ્હીથી લખનઉ જવા રવાના: ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લેશે
વહીવટી અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરીને બચાવ કામગીરીની વિગતો મેળવી: રાજનાથસિંહ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહીને સમગ્ર સ્થિતિની વ્યક્તિગત સમીક્ષા પણ કરશે.

લખનઉના અલીગંજ સ્થિત કોચિંગ સેન્ટરમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડ પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કર્યા બાદ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દિલ્હીથી તાત્કાલિક લખનઉ જવા રવાના થઈ રહ્યા છે. લખનૌના સાંસદ હોવાના નાતે તેમણે આ કમકમાટીભરી દુર્ઘટનાને અત્યંત હૃદયદ્રાવક ગણાવી છે અને વહીવટી અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરીને બચાવ કામગીરીની વિગતો મેળવી છે. રાજનાથ સિંહ લખનૌ પહોંચીને સીધા એ ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લેશે જ્યાં આ ભીષણ આગે ૧૫ જેટલા માસૂમ વિદ્યાર્થીઓ અને નાગરિકોનો ભોગ લીધો છે, તેમજ તેઓ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહીને સમગ્ર સ્થિતિની વ્યક્તિગત સમીક્ષા પણ કરશે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
