<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

લખનઉ અગ્નિકાંડ: સીએમ યોગી આદિત્યનાથે KGMU હોસ્પિટલ પહોંચી પીડિત પરિવારોની મુલાકાત લીધી

મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોની તબિયતના સમાચાર પૂછવાની સાથે આ કમકમાટીભર્યા અગ્નિકાંડમાં પોતાના માસૂમ બાળકો અને સ્વજનો ગુમાવનારા તમામ શોકગ્રસ્ત પીડિત પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી

લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલા કોચિંગ સેન્ટરમાં સર્જાયેલી ભયાનક આગની દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 15 પર પહોંચી ગયો છે, ત્યારે અલીગઢનો પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક લખનૌ પરત ફરેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીધા કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોની તબિયતના સમાચાર પૂછવાની સાથે આ કમકમાટીભર્યા અગ્નિકાંડમાં પોતાના માસૂમ બાળકો અને સ્વજનો ગુમાવનારા તમામ શોકગ્રસ્ત પીડિત પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી અને સરકાર તરફથી તમામ શક્ય મદદ તેમજ કડક કાનૂની તપાસની ખાતરી આપી હતી.

(8:00 PM IST)