<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ફોનના સ્‍ક્રિન પ્રોટેક્‍ટરમાં નીચી ગુણવત્તાના ગ્‍લાસ નહીં વેચાય

સ્‍માર્ટફોન સ્‍કિન પ્રોટેક્‍ટર્સ માટે BIS રજિસ્‍ટ્રેશન ફરજિયાત, નવો નિયમ ૧ એપ્રિલ ૨૦૨૭થી લાગુ થશે

નવી દિલ્‍હી તા.૨૩: કેન્‍દ્ર સરકારે સ્‍માર્ટફોન સ્‍કીન પ્રોટેક્‍ટર્સને બીઆઈએસ રજીસ્‍ટ્રેશન અંતર્ગત લાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવે સસ્‍તા અથવા લો ક્‍વોલિટીવાળા ટેમ્‍પો ગ્‍લાસ નહીં વેચી શકાય. સરકારનો આ નવો નિયમ ૧ એપ્રિલ ૨૦૨૭થી લાગુ થશે. નવા સ્‍ટાન્‍ડર્ડમાં સ્‍ક્રીન પ્રોટેક્‍ટરની મજબૂતાઈ, કાચની ગુણવત્તા, સ્‍ક્રીન સ્‍પષ્ટ દેખાવાની ક્ષમતા, ચોટાડવા માટેનું લેયર અને અન્‍ય ફીચર્સ સાથે જોડાયેલા નિયમો સામેલ છે. પેકેજિંગ પર ઉત્‍પાદકનું નામ, બેચ નંબર અને પ્રોટેક્‍ટરની જાડાઈ જેવી માહિતી આપવી પણ અનિવાર્ય રહેશે. કેન્‍દ્ર સરકારે ૨૧ સપ્‍ટેમ્‍બર ૨૧૦૨૬ના રોજ જાહેર કરેલા નોટિફિકેશન દ્વારા સ્‍માર્ટફોન માટેના સીન પ્રોટેક્‍ટર્સને હવે ઈલેક્‍ટ્રોનિક એન્‍ડ ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી ગુડ્‍સ (રિક્‍વાયરમેન્‍ટ ઓફ કમ્‍પલસરી રજિસ્‍ટ્રેશન) ઓર્ડર, ૧૦૨૧ ની યાદીમાં સામેલ કર્યા છે. હવે તેમણે આઈએસ ૧૯૩૪૮: ૨૦૨૫ ના ધોરણોનું પાલન કરવું ૫ડશે. આ નિયમ એપ્રિલ ૨૦૨૭થી અમલમાં આવશે. તેનો સીધો અર્થ એ છે કે ભવિષ્‍યમાં સ્‍માર્ટફોન માટે વેચાતા સ્‍ક્રીન પ્રોટેક્‍ટર્સ નક્કી કરેલા ગુણવત્તાના નિયમો અનુસાર જ તૈયાર કરવા પડશે, ગ્રાહકોને એ ફાયદો થશે કે નવા નિયમ આવ્‍યા બાદ બોક્‍સ પર પૂરી વિગત લખેલી હશે, જેને જોઈને ગ્રાહકો સ્‍ક્રીન ગાર્ડ પસંદ કરી શકશે.

(10:13 AM IST)