<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

બંગાળની ખાડીમાં ‘લો પ્રેશર' તોફાની બન્‍યું, ૮ રાજયોમાં ભારે વરસાદનો ખતરો

૨૩-૨૪ સપ્‍ટેમ્‍બરે ઓડિશા-આંધ્રના દરિયાકાંઠે સિસ્‍ટમ્‍સની અસરઃ કેટલાક વિસ્‍તારોમાં અતિભારે વરસાદની ચેતવણીઃ ડિપ્રેશન વધુ મજબૂત બનશે, ૫૫ થી ૬૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્‍યતાઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

નવી દિલ્‍હીઃ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી હવામાન સિસ્‍ટમ્‍સ હવે વધુ મજબૂત બની છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર પヘમિ-મધ્‍ય અને ઉત્તર-પヘમિ બંગાળની ખાડીમાં રહેલું ડિપ્રેશન આગામી ૨૪ કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ત્‍યારબાદ તે પヘમિ-ઉત્તરપヘમિ દિશામાં આગળ વધીને ૨૩ સપ્‍ટેમ્‍બરની રાત્રિથી ૨૪ સપ્‍ટેમ્‍બરની વહેલી સવાર દરમિયાન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની શક્‍યતા છે.

 આ સિસ્‍ટમની અસરથી ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની શક્‍યતા છે. ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં ૨૦ સેન્‍ટિમીટર કે તેથી વધુ અતિભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ૫૫થી ૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ઝાટકામાં ૭૫ કિમી સુધીની ઝડપ નોંધાઈ શકે છે.  સિસ્‍ટમ્‍સ આગળ વધ્‍યા બાદ તેની અસર તેલંગાણા સહિત મધ્‍ય અને પૂર્વ ભારતના કેટલાક વિસ્‍તારોમાં પણ વરસાદ સ્‍વરૂપે જોવા મળી શકે છે. હવામાન નિષ્‍ણાતોના મતે આગામી દિવસોમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિતના વિસ્‍તારોમાં વરસાદી પ્રવૃત્તિ તેજ રહી શકે છે.

(2:51 PM IST)