<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

પરિવારથી છુપાઈને લવ મેરેજ કર્યાઃ ખાલી ૩ મહિનામાં પતિએ અસલી રંગ બતાવી દીધો

દીકરી ગઈ-આબરું ગઇઃ દિલ્‍હીની લોધી કોલોની વિસ્‍તારમાં બિલ્‍ડિંગમાંથી પડીને જીવ આપનારી ૨૮ વર્ષીય નવ પરિણીત આકૃતિ સુતારના મોતથી કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે

નવી દિલ્‍હી તા.૭: દિલ્‍હીની લોધી કોલોની વિસ્‍તારમાં બિલ્‍ડિંગમાંથી પડીને જીવ આપનારી ૨૮ વર્ષીય નવ પરિણીત આકૃતિ સુતારના મોતથી કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ પરિવારે પતિ અને સાસરિયાવાળા પર ઘરેલુ હિસા અને પ્રતાડિત કરવાનો ગંભીર આરોપ લગાવ્‍યો છે, વળી પોલીસ તપાસમાં મળેલા ડિજિટલ પુરાવાએ આત્‍મહત્‍યાની આશંકા તરફ ઈશારો કરી રહી છે. આકૃતિ સુતારે ૨૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ અરસ્‍તૂ સિક્કા સાથે લવ મેરેજ કર્યા હતા.

લગ્નના ત્રણ મહિનાની અંદર જ તેનું શંકાસ્‍પદ પરિસ્‍થિતિમાં મોત થઈ ગયું. પરિવારનો આરોપ છે કે લગ્ન બાદથી પતિ આકૃતિ સાથે મારપીટ કરતો હતો અને તેને પિયરમાંથી કંઈ નહીં લાવવા બદલ ટોણા મારતો હતો. પરિવારે એવો પણ આરોપ લગાવ્‍યો કે પતિ સતત તેના પર નોકરી છોડી દેવાનું પ્રેશર બનાવી રહ્યો હતો. પરિવારના જણાવ્‍યા અનુસાર, પતિના પ્રેશરમાં આવીને આકૃતિએ થોડા દિવસ સુધી ઓફિસે ગઈ નહીં. પણ તેમ છતાં તેની સાથે ત્રાસ ચાલુ રહ્યો. બાદમાં તેણે ૧ જુલાઈથી ફરી કામ શરૂ કરી દીધું.

મોતના દિવસે પણ આકૃતિ ઓફિસે ગઈ હતી અને પોતાના સહકર્મીઓ સાથે લગ્ન બાદ એક નાની એવી પાર્ટી પણ રાખી હતી. ત્‍યાર બાદ તે ઘરે જવા નીકળી ગઈ હતી. દિલ્‍હી પોલીસના જણાવ્‍યા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં આકૃતિ ઘટના પહેલા એકલા હાઉસિગ સોસાયટીમાં પ્રવેશ કરતી દેખાઈ. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્‍યું કે શનિવાર બપોરે ૨ વાગ્‍યેને ૨૨ મિનિટ પર તેણે ગૂગલ પર સર્ચ કર્યું હતું કે શું બીજા માળેથી પડવાથી મોત થઈ શકે છે. હાલમાં દિલ્‍હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એક બાજુ પરિવાર તરફથી લગાવવામાં આવેલા હેરાનગતિના આરોપ પર તપાસ કરી રહી છે, બીજી તરફ ડિજિટલ પુરાવા અને પરિસ્‍થિતિજન્‍ય તથ્‍યોને પણ ખંગાળી રહી છે.

પોલીસે એવું પણ જણાવ્‍યું કે, મે મહિનામાં આકૃતિએ ગૂગલ પર આસાનીથી કેવી રીતે મરાય, જેવા શબ્‍દો પણ સર્ચ કર્યા હતા. પોલીસ હવે આ આકૃતિના ઇન્‍ટરનેટ સર્ચને પણ તપાસનો ભાગ માની રહી છે. આ ઘટના ૪ જુલાઈ ૨૦૨૬ની સાંજની છે, જ્‍યારે આકૃતિ કથિત રીતે દિલ્‍હીના લોધી કોલોનીમાં આવેલા એનડીએમસી ફલેટ્‍સ, પાલિકા કુંજની એક ઇમારતમાંથી પડી ગઈ હતી. ગંભીર હાલતમાં તેને એઈમ્‍સ હોસ્‍પિટલમાં લઈ ગયા, જ્‍યારે ડોક્‍ટરે તેને મૃત ઘોષિત કરી. આકૃતિ પુષ્‍પ વિહારની રહેવાસી હતી અને છતરપુરમાં એક સેલ્‍સ એક્‍ઝિક્‍યુટિવ તરીકે નોકરી કરતી હતી.

બિલ્‍ડિંગમાંથી પડતા મોત થયું: તેના પરિવારના જણાવ્‍યા અનુસાર, ૪ જુલાઈની સાંજે ઓફિસેથી નીકળ્‍યા બાદ આકૃતિ સાથે તેમની વાત થઈ હતી. પણ થોડી વાર બાદ ફોન બંધ થઈ ગયો. તલાશ કરતા લોધી કોલોની પોલીસે તેમને સૂચના આપી અને આવાસીય પરિવારની છત પરથી પડવાથી આકૃતિનું મોત થઈ ગયું. પરિવારે આકૃતિની હત્‍યા થઈ હોવાનો આરોપ લગાવ્‍યો છે અને તેના પતિ તથા સાસરિયાવાળાને મોત માટે જવાબદાર ઠેરવ્‍યા છે. પરિવારે આત્‍મહત્‍યાની આશંકાને ફગાવી દેતા કહ્યું કે, આકૃતિ માનસિક રીતે મજબૂત હતી અને તેની પાસે આવું પગલું ભરવા માટે કોઈ ઠોસ કારણ નહોતું.

 

(10:19 AM IST)