તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
પ્રેમ, દગો અને સનસનાટીભરી હત્યા: પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો; લોહગઢ કિલ્લા પર મંગેતરે પહેલાં મારવા ધક્કો માર્યો, પછી ‘સાપ.. સાપ!’ બૂમ પાડી કેમ ગળે લગાવી લીધો?
૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દેવાના ચાર દિવસ પહેલાં પણ સિયાએ રચ્યો હતો ખતરનાક ખેલ; કાંટાની ઝાડી પકડીને મંગેતર બચી જતાં રહસ્ય ખૂલવાના ડરે રચી નવી વાર્તા, આખરે પ્રેમી સાથે મળીને અંજામ આપ્યો

પુણે : મહારાષ્ટ્રના પુણેમાં રિયલ એસ્ટેટ બિઝનેસના ડાયરેક્ટર કેતન અગ્રવાલ હત્યા કેસમાં દરરોજ એવા સનસનાટીભરેલા ખુલાસા થઈ રહ્યા છે, જે કોઈ ફિલ્મી વાર્તાને પણ ટક્કર મારે તેવા છે. શરૂઆતમાં જે મૃત્યુને માત્ર એક અકસ્માત ગણાવવામાં આવી રહ્યું હતું, તે હવે પૂર્વયોજિત અને ક્રૂર હત્યાકાંડ સાબિત થઈ ચૂક્યું છે. કેતનના પિતા વિશાલ અગ્રવાલે પોલીસ સમક્ષ પુત્રની મંગેતર સિયા ગોયલના પાપના ઘડાનો એવો ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે, જેને સાંભળીને ખુદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. ૧૮ જૂનના રોજ કિલ્લા પરથી ધકેલીને હત્યા કરવાના બરાબર ચાર દિવસ પહેલાં પણ સિયાએ કેતનને તે જ જગ્યાએ મોતના ઘપ્રેમ, દગો અને દર્દનાક મોત: પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો; ૧૭ જૂને ખાઈમાં ધકેલતા પહેલાં મંગેતર સિયાએ ઘડ્યો હતો ‘સાપ અને ઝાડી’નો માયાવી ખેલ!
કિલ્લા પરથી ધક્કો માર્યા પછી જ્યારે કેતન ઝાડી પકડીને બચી ગયો, ત્યારે કાવતરું છુપાવવા સિયા ‘સાપ.. સાપ..’ બૂમો પાડીને ભેટી પડી હતી; આખરે લોનાવલા પોલીસે ખૂની મંગેતર અને તેના પ્રેમીને જેલના સળિયા પાછળ ધકેલ્યા
મહારાષ્ટ્રના પુણેમાં આવેલા પ્રખ્યાત લોહગઢ કિલ્લા પાસે સર્જાયેલા હાઇપ્રોફાઇલ કેતન અગ્રવાલ હત્યાકાંડમાં દરરોજ એવા સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે, જેને સાંભળીને કોઈપણ કંપારી છૂટી જાય. શરૂઆતમાં જેને માત્ર એક અકસ્માત ગણાવવામાં આવી રહ્યો હતો, તે વાસ્તવમાં એક સુનિયોજિત અને ક્રૂર મર્ડર પ્લાન હતો. કેતનના પિતા વિશાલ અગ્રવાલે પોલીસ સમક્ષ કરેલા ચોંકાવનારા ઘટસ્ફોટ મુજબ, કેતનનું ૧૮ જૂનના રોજ ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મોત થયું હતું, પરંતુ તેની કાતિલ મંગેતર સિયા ગોયલે તેના બરાબર ચાર દિવસ પહેલા એટલે કે ૧૪ જૂને પણ તેને લોહગઢ કિલ્લા પરથી ધકેલીને મારી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો!
આ ભયાનક કાવતરાની વિગતો આપતાં કેતનના પિતાએ જણાવ્યું કે, ૧૪ જૂનના રોજ સિયા અને કેતન બંને લોહગઢ કિલ્લા પર એકલા હાઇકિંગ માટે ગયા હતા. ત્યાં તક જોઈને સિયાએ કેતનને પહાડી પરથી સીધો નીચે ધક્કો મારી દીધો હતો. જોકે, નસીબ જોગ કેતન લપસીને નીચે પડતી વખતે રસ્તામાં આવેલી એક મજબૂત ઝાડીને પકડવામાં સફળ રહ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો. જ્યારે કેતનને ભાન આવ્યું કે તેને સિયાએ ધક્કો માર્યો છે, ત્યારે સિયા પોતાનું પાપ છુપાવવા અને આ મામલાને અકસ્માતનું રૂપ આપવા માટે જોરજોરથી "સાપ.. સાપ આવ્યો!" તેવી બૂમો પાડવા લાગી હતી. કેતન કંઈ સમજે તે પહેલાં તે ખૂબ જ નાટક કરીને તેને ગળે વળગી પડી હતી, જેથી કેતનને લાગે કે સિયા તેને બચાવવા માંગતી હતી.
બીજા પ્રયાસમાં ૪૦૦ ફૂટ ઊંડી કોતરમાં ધકેલી દીધો
આ ઘટનાના થોડા દિવસો પહેલાં પણ એક રહસ્યમય બનાવ બન્યો હતો. જ્યારે આખો પરિવાર એરપોર્ટ પર પહોંચ્યો, ત્યારે બધાના પાસપોર્ટ હાજર હતા પરંતુ માત્ર કેતનનો પાસપોર્ટ ગાયબ હતો. તે ક્યાંય મળ્યો નહીં, જેથી પ્રવાસ રદ કરવો પડ્યો હતો. ૧૪ જૂનના નિષ્ફળ પ્રયાસ પછી, શાતિર સિયાએ ફરીથી કેતન સાથે ઝઘડો કર્યો અને જીદ પકડી કે તેમને ફરીથી લોહગઢ કિલ્લા પર જવું જ પડશે. આખરે ૧૮ જૂનના રોજ તે કેતનને ફરી ત્યાં લઈ ગઈ અને ભારે પવનનો ફાયદો ઉઠાવીને તેને ૪૦૦ ફૂટ ઊંડી કોતરમાં ધકેલી દીધો, જ્યાં તેનું કરુણ મોત નીપજ્યું.
પોલીસે ખૂની મંગેતર અને તેના આશિકને દબોચ્યા
પરિવારના રિયલ એસ્ટેટ બિઝનેસના ડિરેક્ટર એવા કેતન અગ્રવાલના મોત બાદ, સિયાએ લોનાવલા ગ્રામીણ પોલીસને ગુમરાહ કરતાં કહ્યું હતું કે ભારે પવનને કારણે કેતનનો પગ લપસી ગયો હતો. પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ કેતનના પિતાની શંકા અને સંજોગોની ઊંડી તપાસ બાદ આખો મામલો પલટાઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સિયાનો અન્ય એક યુવક ચેતન બાબુલાલ ચૌધરી સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ કેતનને રસ્તામાંથી હટાવવા માંગતા હતા. આજે મંગળવારે પોલીસે સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતનની હત્યા તેમજ ગુનાહિત કાવતરાના આરોપસર સત્તાવાર ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
