તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાનો જન્મદિવસ
૬૫માં વર્ષમાં પ્રવેશઃ રાજસ્થાનના રાજકારણથી દેશની સંસદના સર્વોચ્ચ પદ સુધીની સફર

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારતીય લોકશાહી ના સૌથી મહત્ત્વપૂર્ણ સ્તંભો માં ના એક એવા લોકસભા ના અધ્યક્ષ ઓમપ્રકાશ બિરલા નો આજે ૨૩ નવેમ્બરે જન્મદિવસ છે. રાજસ્થાનના કોટા થી શરૂ થયેલી તેમની રાજકીય સફર આજે દેશ ની સંસદના સર્વોચ્ચ સંસદીય પદ સુધી પહોંચી છે, વિદ્યાર્થી રાજકારણ, યુવા સંગઠન, ત્રણ વખત ધારાસભ્ય અને ત્રણ વખત લોકસભાના સાંસદ તરીકેની જવાબદારીઓ નિભાવ્યા બાદ તેઓ સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા છે.
સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સંતુલન જાળવવું, લોકશાહી ની પરંપરાઓનું જતન કરવું અને ગળહની ગરિમા જાળવવી જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારી ઓ તેમના પદ સાથે જોડાયેલી છે. રાજકીય જીવનની સાથે સામાજિક સેવા અને જનકલ્યાણનાં કાર્યોમાં પણ તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
ઓમપ્રકાશ બિરલાનો જન્મ ૨૩ નવેમ્બર, ૧૯૬૨ના રોજ રાજસ્થાન ના કોટા શહેર માં થયો હતો , તેમના પિતા નું નામ સ્વ. શ્રીકળષ્ણ બિરલા અને માતા નું નામ સ્વ. શકુંતલા દેવી હતું. તેમણે કોટા ની સરકારી કોમર્સ કોલેજ માં અભ્યાસ કર્યો હતો અને મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટી, અજમેર સાથે જોડાયેલા રહી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું , તેઓ વ્યવસાય ની સાથે સામાજિક સેવા ના ક્ષેત્રમાં પણ સક્રિય રહ્યા છે. બાળપણ થી જ તેમને સામાજિક અને રાજકીય પ્રવળત્તિઓમાં રસ હતો.
ઓમપ્રકાશ બિરલા એ પોતાની રાજકીય કારકિર્દી ની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના યુવા સંગઠન ભારતીય જનતા યુવા મોરચા સાથે જોડાઈને કરી હતી , વર્ષ ૧૯૮૭ થી ૧૯૯૧ દરમિયાન તેઓ કોટા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રહ્યા હતા, ત્યાર બાદ વર્ષ ૧૯૯૩ થી ૧૯૯૭ દરમિયાન રાજસ્થાન પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી , વર્ષ ૧૯૯૭ થી ૨૦૦૩ દરમિયાન તેઓ ભારતીય જનતા યુવા મોરચા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા હતા. સંગઠનાત્મક કામગીરીમાં સતત સક્રિય રહ્યા બાદ વર્ષ ૨૦૦૩માં તેઓ પ્રથમ વખત રાજસ્થાન વિધાનસભા ની ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા , ત્યાર બાદ વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૩ માં સતત બીજી અને ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા , આ સમગ્ર સમયગાળા દરમિયાન તેમણે ભાજપ ના સંગઠન ને મજબૂત બનાવવા, યુવાનો ને રાજકીય પ્રવળત્તિઓ સાથે જોડવા તેમજ સ્થાનિક સ્તરે જન સમસ્યાઓ ના નિરાકરણ માટે સક્રિય કામગીરી કરી હતી.
ઓમ બિરલા એ વર્ષ ૨૦૦૩ માં કોટા દક્ષિણ વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી જીતીને રાજસ્થાન વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૩ માં પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટાયા હતા, આ રીતે તેમણે સતત ત્રણ વખત ધારાસભ્ય તરીકે જનપ્રતિનિધિત્વ કર્યું. વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૮ દરમિયાન તેમણે રાજસ્થાન સરકાર માં સંસદીય સચિવ તરીકે પણ જવાબદારી નિભાવી હતી. ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સ્થાનિક વિકાસ અને જન સુવિધાઓ સંબંધિત મુદ્દાઓ પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
વર્ષ ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી ઓમ બિરલા ની રાજકીય કારકિર્દી માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થઈ હતી. તેઓ ભારતીય જનતા પાર્ટી ની ટિકિટ પર રાજસ્થાન ની કોટા-બૂંદી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવીને ૧૬ મી લોકસભામાં પહોંચ્યા.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
