તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
લોઢાની મેખઃ નાના ટપકાં, દોઢ વર્ષ પછી વિધાનસભા ચૂંટણીમાં ‘ટાપુ' બની શકે છે!
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઔવેસીની MIMની એન્ટ્રી, ઉત્તર ગુજરાતના પોશિનામાં AAPને બહુમતી : ચૂંટણીમાં ભાજપને ૭૫% બેઠકો મળી. ૬ વર્ષમાં આપના જનપ્રતિનિધિ ૭૧થી ૪૯૦ થયાઃ ૪૩ તાલુકા પંચાયતમાં ભાજપ સાફ, વર્ષ ૨૦૨૧માં કોંગ્રેસને માત્ર ૧૯ પંચાયત મળી હતીઃ ભૂજ નગરપાલિકામાં MIMના ૩ જિત્યા, છોટાઉદેપુરમાં AAPનુ સંખ્યાબળ બહુમતી નજીકઃ સૌરાષ્ટ્રમાં બગસરા, લીલિયા, કોડીનાર, સિક્કા, લાલપુર ભેંસાણ, જૂનાગઢમાં વિપક્ષનું રાજ

નવી દિલ્હી,૨૯: વર્ષ ૨૦૨૧ના સાપેક્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કુલ બેઠકોના ૭૫ ટકા બેઠકો ઉપર જીત મેળવી છે અને વોટિગ શેરમાં અંશતઃ ઘટાડો પણ નોંધાયો છે. ૬ વર્ષ પહેલા ૩૧૦ સંસ્યામાંથી માત્ર કોંગ્રેસને ૧૯ તાલુકા પંચાયત અને ૧ નગરપાલિકામાં શાસન માટે બહુમતિ સાથે જનાદેશ મળ્યો હતો. આ ચૂંટણીમાં વોટિગ શેર, ૨૪ ટકા ચૂંટાયેલા જન પ્રતિનિધીઓની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ૩૯૩માંથી ૩૬૦ સંસ્યાઓમાં પોતાની ઉપસ્થિતિને જનાદેશ સાથે નોંધાવી છે. કચ્છના ભૂજથી લઈને છેક વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન, અંબાજી-દાંતાથી લઈને છેક દ્વારિકા અને છોટાઉદેપુરના ક્વાંટથી લઈ સૌરાષ્ટ્રના સાવરકુંડલા સુધીની દરેક સંસ્થામાં ભાજપ સામેના વિષક્ષના ચૂંટાયેલા જન પ્રતિનિધીઓનુ બળ વધતા ૧૮ મહિના પછી વર્ષ ૨૦૨૭ના અંતે આપ-કોંગ્રેસના નાના ટપકાં વિધાનસભા ચૂંટણીમાં મોટા ટાપુ બને તો નવાઈ નહીં.
મતગણતરીને અંતે મંગળવારે રાતે ૧૦ કલાકે કુલ ૯.૯૮૯ બેઠકોના ચૂંટણી પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજ૫ના ૩,૫૦૧ બેઠકો મળી છે. વર્ષ ૨૦૨૧માં ભાજપને ૬૪૮૦ બેઠકો મળી હતી. ૬ વર્ષમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારો ૧,૦૮૯થી વધી ૧,૭૦૩ થયા છે. જ્યારે આપના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ ૩૧થી વધીને ૪૯૦ થયા છે. બે નગરપાલિકાઓ સાથે કુલ ૪૯થી વધુ સ્થાનિક સંસ્થાઓમાં ભાજપના સુપડા સાફ થયા છે. આથી, વિધાનસભાની ચૂંટલી સુધીમાં ભાજપ સામે નવો પડકાર ઉભો થાય તો નવાઈ નહીં. ઉલ્લેખનિય છે કે, આ ચૂંટણીમાં મહાનગરો, નગરપાલિકાઓમાં ભાજપના વોટશેરમાં ચાર ટકાથી વધુનો વધારો થયો છે.
પ્રારંભિક માહિતી મુજબ સ્થાનિક ચૂંટણીમાં ગ્રામિણક્ષેત્રે ભાજપનો વોટિગ શેર અંશતઃ ઘટયો છે. સ્થાનિક માંગણી મુજબ નવો જિલ્લો, નવી તાલુકા પંચાયતોની રચના છતાંયે ગામિણક્ષેત્રે ભાજપ સામે કોંગ્રેસ-આપની સ્થિતિ વધુ મજબુત થઈ છે. આ કારણોસર કોંગ્રેસ અને આપને સૌરાષ્ટ્રમાં બગસરા, લીલિયા, કોડીનાર, સિક્કા, લાલપુર ભેંસાણ, જૂનાગઢ સહિત ૪૯થી વધુ તાલુકા પંચાયતોમાં બહુમતિ મળી છે. એટલું જ નહિ ઉત્તર ગુજરાતમાં આપને શાસન કરવા નવા પોશીના તાલુકા પંચાયતમાં જનાદેશ મળ્યો છે. આદિવાસી બાહુલ્ય છોટાઉદેપુરમાં પણ બે તાલુકા પંચાયતો સાથે જિલ્લા પંચાયતોમાં બહુમતિ મળી છે, જેની અસર દાહોદ, નર્મદાથી લઈને છેક વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી જોવા મળી છે. છ વર્ષ પહેલા માત્ર ૩૧ જેટલા ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ ધરાવતા આપના ૪૯૦ ઉમેદવારો આ ચૂંટણીમાં જિત્યા છે ? માત્ર આપ જ નહી, કચ્છના ભૂજ પાલિકામાં ઑવેસની MIM ત્રણ ઉમેદવારો જીત્યા છે. આથી, આવનારી વિધાનસભા ચૂંટણી દિલચશ્પ બની રહે તો નવાઈ નહી.
ચોટીલા, અંબાજી, શામળાજી, SOUમાં ભાજપને હાર મળી
ચૂંટણીમાં યોટીલા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો હાર્યા છે. અંબાજી જ્યાં આવ્યુ છે તે દાંતા તાલુકા પંચાયત કોંગ્રેસને મળી છે જ્યારે શામળાજી યાત્રાધામનો જેમાં સમાવેશ થાય છે તે ઓડ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર હાર્યા છે. જ્યારે સ્ટેચ્યું ઓફ યુનિટી. લ્બ્શ્ જે તાલુકામાં આવે છે તે ગરૂડેશ્વારની કેવડિયા તાલુકા પંચાયતમાં આપ અને ગરુડેશ્વર બેઠકમાં પણ આપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
