તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Wednesday, 3rd June 2026
મહારાષ્ટ્રના ૫૬ લાખ ખેડૂતોની ૩૬ હજાર કરોડની લોન માફ
આર્થિક તિજોરી ડામાડોળ છતાં નિર્ણય : ખેડૂત દીઠ બે લાખની લોન માફ થશેઃ ૬૫ લાખથી વધુ ખાતાંની માંડવાળ થશે

મુંબઈ,તા.૩: મહારાષ્ટ્ર સરકારે ૫૯ લાખ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાનો આજે કેબિનેટમાં નિર્ણય લીધો હતો. આ નિર્ણયને લીધે સરકારી તિજોરી પર ૩૬ હજાર કરોડનો બોજ પડશે.
લાડકી બહિન લ્હાણી યોજના ટ્ટ સહિતની સ્કીમોને કારણે મહારાષ્ટ્ર સરકારની આર્થિક તિજોરી પર ભારણ આવ્યું છે. અનેક મહત્વના સરકારી વિભાગોના ખર્ચામાં કાપ મૂકવાની નોબત આવી છે. કેટલીય યોજનાઓનો સંકેલો કરવો પડ્યો છે. આમ છતાં પણ ખેડૂતોને લોન માફીનો નિર્ણય હાલ લેવાયો છે.
૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતીએ ખેડૂતોની લોનમાફીનું વચન આપ્યું હતું. આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને બહાલી અપાઈ હતી. જો કે અત્યારે વિધાન- પરિષદની ચૂંટણીને લઇને આચાર સંહિતા અમલમાં હોવાથી કેબિનેટના નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવે એવી શક્યતા નથી.
આ લોનમાફી યોજના ૬૫ લાખથી વધુ બેંક ખાતાઓને આવરી લેશે. સરકાર તરફથી એકંદર ૩૬,૫૮૫ કરોડની લોનમાફ કરવામાં આવશે.
કેબિનેટે બીજો મહત્વનો નિર્ણય એ લીધો છે કે જે ખેડૂતોએ પાકનો વિમો લીધો છે અને નિયમિત હપ્તા ચૂકવ્યા છે તેને ઇન્સેન્ટીવ રૂપે ૫૦ હજાર સુધીની રકમ આપવામાં આવશે
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
