તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ધનાકા વિસ્તારના જંગલમાંથી જીવતો આરટી મોર્તાર શેલ મળ્યો
ભારતીય સેનાની '59 એન્જિનિયર રેજિમેન્ટ'ની બોમ્બ સ્ક્વોડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં આવેલા ધનાકા વિસ્તારના જંગલમાંથી એક જીવતો આરટી (RT) મોર્તાર શેલ મળી આવતા ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ ભારતીય સેનાની '59 એન્જિનિયર રેજિમેન્ટ'ની બોમ્બ સ્ક્વોડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સેનાના જાંબાઝ જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક આ સક્રિય મોર્તાર શેલને સુરક્ષિત સ્થળે લઈ જઈને સફળતાપૂર્વક ડિસ્પોઝ (નિષ્ક્રિય) કરી દીધો હતો. લશ્કરની આ ત્વરિત અને સમયસૂચક કાર્યવાહીના કારણે સંભવિત મોટો અકસ્માત ટળ્યો છે અને સ્થાનિક સરહદી વિસ્તારમાં મોટી રાહત જોવા મળી છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
