News of Tuesday, 29th September 2026
ધુરંધર વકીલોની યાદીઃ લાખો રૂપિયા વસૂલે છે ફી
કોણ છે ભારતના ટોપ ૧૦ સૌથી અમીર વકીલ?

નવી દિલ્હી,તા.૨૯: જ્યારે પણ ભારતમાં કોઈ વ્યવસાયની વાત આવે ત્યારે સૌથી ઉપર વકીલાત આવે છે. એવામાં દરેકના મનમાં એવો સવાલ થતો હશે કે, આખરે ભારતના ટોપ ૧૦ વકીલોની યાદીમાં કોનો કોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, ક્રિમિનલ લો, કોર્પોરેટ વિવાદો, સિવિલ કેસો, કોન્સ્ટિટ્યૂશનલ લો અને હાઈ પ્રોફાઇલ કેસોમાં આ વકીલોએ મહારથ હાંસલ કરી છે. ભારતના આ ટોપ વકીલો અને સિનિયર વકીલોની ફી તેમના અનુભવ, કોર્ટમાં મળેલી સફળતા અને મુશ્કેલ કેસોને સંભાળવાની કુશળતાના કારણે ઘણી વધારે હોય છે.
હરીશ સાલ્વે - હરીશ સાલ્વે સુપ્રીમ કોર્ટના જાણીતા કોર્પોરેટ વકીલ છે અને તે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન, કોન્સ્ટિટ્યૂશનલ લો અને ટેક્સેશન મામલામાં કુશળ છે. ભારતના સર્વશ્રેષ્ઠ વકીલોમાંથી એક તરીકેની ઓળખ તેમને મલ્ટીનેશનલ કંપનીઓ અને સરકારી કેસો માટે પહેલી પસંદ બનાવે છે. તેમની ફી ૧૨ થી ૧૫ લાખ રૂપિયાની વચ્ચે હોય છે અને ક્યારેક ક્યારેક તે ૨૫ લાખ રૂપિયા સુધી પણ પહોંચી જાય છે. જેથી તે ભારતમાં સૌથી વધુ ફી લેનાર વકીલોમાંથી એક છે.
ફલી એસ. નરીમન - ભારતના એક દિગ્ગજ સિનિયર એડવોકેટ, નરીમન સિવિલ લો, સંવૈધાનિક અરજીઓ અને મધ્યસ્થતાના કેસમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. ૧૦ થી ૧૫ લાખ રૂપિયા ફી લેનાર નરીમન કોર્ટમાં પોતાની ઉપસ્થિતિ અને રણનીતિક સલાહ માટે ઘણાં સન્માનિત છે. નરીમનને ભારતમાં એક પ્રખ્યાત વકીલ અને સિવિલ તેમજ સંવૈધાનિક કેસ માટે દેશના સર્વશ્રેષ્ઠ વકીલોમાંથી એક માનવામાં આવે છે.
અભિષેક મનુ સિઘવી - સિઘવી ટેક્રોલોજી સાથે જોડાયેલા કાયદા, કોર્પોરેટ વિવાદો અને બંધારણીય કેસોના નિષ્ણાત છે. તેઓ ફી રૂપે ૬ લાખથી ૧૨ લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે અને કેટલીક વખત આ રકમ રૂ.૧૫ લાખ સુધી પણ પહોંચી શકે છે. તેમને ભારતના ટોચના વકીલોમાં ગણવામાં આવે છે. ઉચ્ચ સ્તરીય કાનૂની સલાહની જરૂરિયાત ધરાવતી કંપનીઓ અને રાજકીય પક્ષો માટે તેઓ જાણીતા વકીલોમાંના એક છે.
કપિલ સિબ્બલ - કપિલ સિબ્બલ પાસે દાયકાઓનો કાયદાકીય અનુભવ છે. તેઓ રાજકારણી હોવા ઉપરાંત કાયદાની પણ ઊંડી સમજ ધરાવે છે. તેમની ફી ૬ લાખથી ૧૫ લાખ રૂપિયા વચ્ચે હોવાનું જણાવાય છે. તેઓ સંઘવાદ અને નાગરિક અધિકારો સાથે જોડાયેલા મુદ્દાઓ પર સતત કામ કરે છે. સિબ્બલ નાગરિક સ્વતંત્રતા, સંઘીય કાયદા અને મીડિયા કાયદા સાથે જોડાયેલા કેસો પણ લડે છે. તેઓ મહત્વની જાહેર હિતની અરજીઓ (PIL) દાખલ કરવા માટે પણ જાણીતા છે.
જે. આર્યમા સુંદરમ - સુંદરમ કોર્પોરેટ લિટિગેશન, આર્બિટ્રેશન અને સિવિલ વિવાદોના કેસોમાં નિષ્ણાત છે. તેમની ફી ૪.૫ લાખથી ૧૬.૫ લાખ રૂપિયા વચ્ચે હોવાનું જણાવાય છે. તેમને સુપ્રીમ કોર્ટના ટોચના કોર્પોરેટ વકીલોમાં ગણવામાં આવે છે અને તેઓ ઘણી વખત મોટા મૂલ્ય ધરાવતા કોર્પોરેટ કેસોમાં જોવા મળે છે.
પી. ચિદમ્બરમ - ચિદમ્બરમ કોર્પોરેટ કાયદા, આર્થિક વિવાદો અને સિવિલ કેસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રકારના કેસો માટે તેમની ફી ૫ લાખથી ૧૫ લાખ રૂપિયા સુધી હોવાનું જણાવાય છે. તેઓ ભારતના જાણીતા વકીલોમાંના એક છે અને ઘણી વખત જાહેર ક્ષેત્રની કંપનીઓ તથા મોટા કોર્પોરેટ ક્લાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરે છે.
કે. પરાસરન - પરાસરન ભારતના અનુભવી સિનિયર એડવોકેટ છે. તેમને બંધારણીય કાયદા, ટેક્સ અને કોર્પોરેટ કાનૂની સલાહના ક્ષેત્રમાં વિશેષ અનુભવ છે. તેમની ફી ૧૦ લાખથી ૧૨ લાખ રૂપિયા સુધી હોવાનું જણાવાય છે. સરકારી સલાહ અને આર્બિટ્રેશન સાથે જોડાયેલા કેસોમાં પણ તેમની સેવાઓ લેવામાં આવે છે.
મુકુલ રોહતગી - પૂર્વ એટર્ની જનરલ અને જાણીતા ક્રિમિનલ લોયર મુકુલ રોહતગી ૬ લાખથી ૧૨ લાખ રૂપિયા સુધી ફી લે છે અને કેટલીક વખત તેમની ફી ૨૦ લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. કોર્પોરેટ તપાસ, ક્રિમિનલ કાયદા અને બંધારણીય વિવાદોના કેસોમાં તેમની માંગ રહે છે. તેઓ સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલોમાંના એક છે.
કે.કે. વેણુગોપાલ - કે.કે. વેણુગોપાલ ભારતના જાણીતા વકીલ અને સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ છે. તેમની ફી ૭ લાખથી ૧૫ લાખ રૂપિયા વચ્ચે હોવાનું જણાવાય છે. બંધારણીય કાયદા, કોર્પોરેટ કાનૂની સલાહ અને સરકારી કેસોમાં પ્રતિનિધિત્વના ક્ષેત્રમાં તેઓ નિષ્ણાત છે.
મેનકા ગુરુસ્વામી - મેનકા ગુરુસ્વામી ભારતના જાણીતા વકીલ અને સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ છે. તેઓ બંધારણીય કાયદા, માનવ અધિકારો અને નાગરિક સ્વતંત્રતા સાથે જોડાયેલા કેસોમાં નિષ્ણાત છે. કેસની જાટિલતા અને મહત્વના આધારે તેમની ફી પ્રતિ સુનાવણી ૫ લાખથી ૧૦ લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
