<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

લદ્દાખમાં દારૂબંધીની માગણી કરનાર સોનમ વાંગચુક સામે દારૂના વેપારીઓનો મોરચો : પોતાની વાઇન બ્રાન્ડ અંગે સવાલો ઉઠાવ્યા

ઉલે ટોપો’ એપલ વાઇનના ઉત્પાદન અને વેચાણ માટે જરૂરી લાઇસન્સ છે કે નહીં? તમામ વેપારીઓ માટે સમાન નિયમો લાગુ કરવાની માગણી

જમ્મુ, તા. ૨ : લદ્દાખમાં સંપૂર્ણ દારૂબંધીની માગણીને લઈને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક અને દારૂના વેપારીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. ઓલ લદ્દાખ લિકર ટ્રેડર્સ એસોસિએશને વાંગચુકની ભૂમિકા સામે સવાલો ઉઠાવી તેમની સાથે સંકળાયેલી હોવાનો દાવો કરાતી સ્થાનિક એપલ વાઇન બ્રાન્ડ ‘ઉલે ટોપો’ના લાઇસન્સની તપાસ કરવાની માગણી કરી છે.

વેપારીઓએ પત્રકાર પરિષદમાં સવાલ ઉઠાવ્યો હતો કે આ વાઇનના ઉત્પાદન અને વેચાણ માટે જરૂરી સરકારી મંજૂરી લેવામાં આવી છે કે નહીં? જો મંજૂરી ન હોય તો વહીવટીતંત્ર કાર્યવાહી કેમ કરતું નથી?

તેમણે દલીલ કરી હતી કે દારૂબંધીના નામે વેપારીઓની રોજીરોટી અને રોકાણને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. નિયમો બધા માટે સમાન હોવા જોઈએ.

જોકે ‘ઉલે ટોપો’ પાસે લાઇસન્સ નથી એવો આરોપ હજુ સ્વતંત્ર રીતે સાબિત થયો નથી. વહીવટીતંત્ર દ્વારા તેની સત્તાવાર તપાસના તારણો જાહેર કરાયાં નથી. 

(4:11 PM IST)