News of Thursday, 26th November 2026
જેવા સામે તેવા: અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપવાની ભારતીય વેપારીઓની વડાપ્રધાન મોદીને અપીલઃ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ૨૫ ટકા વળતો ટેરિફ લાદવાની માગણી
અમેરિકાના પ્રસ્તાવિત ટેરિફથી ભારતની ૪૮ અબજ ડોલરની નિકાસ સામે ખતરોઃ પાંચ લાખ લોકોની રોજગારી જોખમમાં મુકાવાની વેપારી સંગઠનને દહેશત

નવી દિલ્હી, તા. ૨૬ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ચીજવસ્તુઓ ઉપર વધારાનો ટેરિફ લાદવાના પ્રસ્તાવથી દેશના વેપારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકી ચીજવસ્તુઓ ઉપર પણ ૨૫ ટકા વળતો ટેરિફ લાદવા વિચારણા કરવાની અપીલ કરી છે.
સંગઠનના અધ્યક્ષ બ્રિજેશ ગોયલના જણાવ્યા પ્રમાણે અમેરિકાના પ્રસ્તાવથી ભારતની ૪૮ અબજ ડોલરની નિકાસ અને પાંચ લાખ લોકોની રોજગારી સામે જોખમ ઊભું થઈ શકે છે.
કાપડ, હીરા-ઝવેરાત, દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, ચામડાં, દરિયાઈ ઉત્પાદનો અને વાહનોના કલપુર્જાના ઉદ્યોગોને મોટો ફટકો પડી શકે છે.
અમેરિકા સાથે વેપાર કરાર થાય તો ૧૭ ટકા અને કરાર ન થાય તો ૨૫ ટકા ટેરિફનો પ્રસ્તાવ છે. જોકે તેનો હજુ અમલ થયો નથી.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
