તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
જાપાનની જેમ હવે ભારત પણ ભૂકંપ અર્લી વોર્નિંગ સિસ્ટમમાં આગળ : ઉત્તરાખંડ અને હિમાલયી રાજ્યોમાં ભૂકંપના ઝટકા પહેલાં મોબાઈલ પર મળશે એલર્ટ, NDMAની નવી પહેલ
ભૂકંપના પ્રાથમિક તરંગોને પકડીને 10 થી 30 સેકન્ડ પહેલા ચેતવણી આપતી ટેકનોલોજી ભારતમાં લોન્ચ, પહેલા તબક્કામાં ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના રાજ્યોને આવરી લેવાશે, જાનમાલનું નુકસાન ઘટાડવામાં મદદરૂપ થશે

નવી દિલ્હી, તા. 26 : જાપાન પછી હવે ભારત પણ ભૂકંપ અર્લી વોર્નિંગ સિસ્ટમ ક્ષેત્રે મોટી છલાંગ લગાવી રહ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA દ્વારા ભૂકંપના ઝટકા અનુભવાય તેના 10 થી 30 સેકન્ડ પહેલા મોબાઈલ પર એલર્ટ આપતી સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
આ સિસ્ટમ ભૂકંપના પ્રાથમિક P-વેવ્સને સેન્સર દ્વારા પકડી લે છે. P-વેવ્સ વિનાશક S-વેવ્સ કરતા ઝડપી હોય છે. P-વેવ્સ ડિટેક્ટ થતાની સાથે જ સિસ્ટમ ઓટોમેટિક એલર્ટ જનરેટ કરીને મોબાઈલ નેટવર્ક દ્વારા લોકો સુધી પહોંચાડશે. આ 10 થી 30 સેકન્ડનો સમય લોકોને સુરક્ષિત સ્થળે ખસવા, ગેસ-વીજળી બંધ કરવા અને લિફ્ટમાંથી બહાર નીકળવા માટે પૂરતો છે.
પહેલા તબક્કામાં આ સિસ્ટમ ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ એવા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આગામી સમયમાં તેને દિલ્હી-NCR સહિત દેશના અન્ય ભાગોમાં પણ વિસ્તારવામાં આવશે. આ ટેકનોલોજીથી ભૂકંપમાં થતા જાનમાલના નુકસાનને મોટા પાયે ઘટાડી શકાશે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
