News of Friday, 8th May 2026
અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકાઃ લોકોમાં ગભરાટ
બે દિવસથી દિબાંગ વેલીમાં પણ સતત ભૂકંપના હળવા આંચકા

નવી દિલ્હીઃ દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આજે વહેલી સવારે ૪.૦૫ કલાકે અચાનક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૬ જેટલી નોંધવામાં આવી હતી અને તેનું કેન્દ્રબિદુ પાપુમ પારે જિલ્લામાં જમીનથી ૫ કિલોમીટર ઊંડે આવેલું હતું.
સદનસીબે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટા માળખાગત નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા નથી. પરંતુ વહેલી સવારે જમીન ધ્રુજી ઉઠતા ગાઢ નિદ્રામાં સૂતેલા લોકો અચાનક જાગી ગયા હતા અને ગભરાટના માર્યા પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનોમાં દોડી આવ્યા હતા. નોંધનીય છે કે આ અગાઉ છેલ્લા બે દિવસથી પડોશી દિબાંગ વેલીમાં પણ સતત ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
