<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

પહેલા બિલ રજૂ થવા દોઃ તે સારૂ પણ હોઈ શકે

સીમાંકન મુદ્દે સુપ્રિયા સુલે નરમ પડયાઃ વિપક્ષમાં નવા સમીકરણોના સંકેત સત્તાપક્ષ અને વિપક્ષ વચ્‍ચે ચાલી રહેલા મતભેદ વચ્‍ચે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ બિલ જોયા બાદ ચર્ચા કરવાની તૈયારી દર્શાવી

નવી દિલ્‍હી, તા.૨૬: પ્રસ્‍તાવિત સીમાંકન બિલ અને મહિલા અનામતના અમલીકરણને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્‍ચે એનસીપી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ એક મહત્‍વપૂર્ણ અને સંતુલિત નિવેદન આપ્‍યું છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં સુપ્રિયા સુલેએ જણાવ્‍યું હતું કે સરકારે પહેલા ગળહમાં બિલનો સંપૂર્ણ ડ્રાફ્‌ટ રજૂ કરવો જોઈએ, જેથી સાંસદો તેની જોગવાઈઓનો અભ્‍યાસ કરી શકે. તેમણે આશા વ્‍યક્‍ત કરી હતી કે આ બિલ સારું પણ હોઈ શકે છે અને રાષ્‍ટ્રીય હિતના મુદ્દાઓ પર શાસક પક્ષ તેમજ વિપક્ષ સંયુક્‍ત રીતે તેનું સમર્થન કરે તેવા ભૂતકાળમાં ઘણા ઉદાહરણો રહ્યા છે. તેમના આ નિવેદનથી વિપક્ષી ગઠબંધન 'INDIA' ની રણનીતિમાં લવચીકતા આવવાના સંકેતો મળી રહ્યા છે, જ્‍યારે બીજી તરફ ભાજપના સાંસદ કંગના રનૌતે સોમવારે મહિલા અનામત બિલ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ‘મહિલા વિરોધી' હોવાનો આરોપ લગાવીને રાજકીય માહોલ વધુ ગરમાવ્‍યો હતો.

આ સમગ્ર વિવાદના મૂળમાં મહિલા અનામત કાયદો અને સીમાંકન પ્રક્રિયાનું જોડાણ રહેલું છે, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષના મંતવ્‍યો સામસામે છે. મહિલા અનામત કાયદા હેઠળ લોકસભા અને રાજ્‍ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે, પરંતુ તેનો અમલ વસ્‍તી ગણતરી અને ત્‍યારબાદની સીમાંકન પ્રક્રિયા પર નિર્ભર છે. ભાજપના નેતળત્‍વ હેઠળ ફઝખ્‍નું માનવું છે કે તાજેતરના વસ્‍તી ગણતરીના ડેટાના આધારે મતવિસ્‍તારોનું પુનર્ગઠન કરી લોકસભાની કુલ બેઠકો ૮૫૦ કરવી અને મહિલા અનામત લાગુ કરવી એ બંધારણીય જરૂરિયાત છે. તેનાથી વિપરીત, કોંગ્રેસના નેતળત્‍વ હેઠળના વિપક્ષી જોડાણ 'INDIA' એ મહિલા અનામતને સીમાંકન સાથે જોડવાનો વિરોધ કરીને વર્તમાન ૫૪૩ સભ્‍યોની લોકસભામાં જ તેનો તાત્‍કાલિક અમલ કરવાની માંગ દોહરાવી છે.

ઉલ્લેખનીય છે કે આ દિશામાં અગાઉ પણ સંસદમાં પ્રયાસો થઈ ચૂકયા છે, પરંતુ સંખ્‍યાબળના અભાવે મામલો અટવાયેલો છે. ૧૬ એપ્રિલના રોજ લોકસભામાં ‘બંધારણ (૧૩૧મો સુધારો) બિલ, ૨૦૨૬' રજૂ કરવામાં આવ્‍યું હતું, જેમાં લોકસભાની સભ્‍યસંખ્‍યા વધારીને ૮૫૦ કરવાનો અને મહિલા અનામત કાયદાને ઝડપથી લાગુ કરવાનો પ્રસ્‍તાવ મૂકાયો હતો. જોકે, તે સમયે ગળહમાં હાજર અને મતદાન કરનારા સભ્‍યોની બે તળતીયાંશ ખાસ બહુમતી ન મળવાને કારણે આ બિલ પસાર થઈ શકયું ન હતું. હવે જ્‍યારે સરકાર ફરીથી આ દિશામાં આગળ વધી રહી છે, ત્‍યારે સુપ્રિયા સુલેનું ‘પહેલા બિલ જોવા દો'વાળું વલણ આગામી સંસદ સત્રમાં આ બિલના ભવિષ્‍ય માટે અત્‍યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે.

(11:11 AM IST)