તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
મા-બાપને છોડી લિવ ઈનમાં રહેવું મહિલાને ભારે પડયું: લગ્નની જીદ કરતા ખૂંખાર મગરથી ભરેલી નદીમાં ફેંકી દીધીઃ હાડકું પણ ન મળ્યું
દીકરાના જન્મ બાદ સ્નેહલતાએ સત્યપ્રકાશને પત્નીનો દરજ્જો આપવાની વાત કહી હતી, તો આ વાતને લઈ ઝઘડો

ભિડ,તા.૧૯: નર્સ સ્નેહલતાની લાશ પોલીસ હજુ સુધી શોધી શકી નથી. સ્નેહલતાના મર્ડરને લઈ આરોપી સત્યપ્રકાશ સાથે પૂછપરછ દરમ્યાન કેટલાય ખુલાસા થયા છે. આ ખુલાસાથી પોલીસને શંકા છે કે સત્યપ્રકાશે સ્નેહલતાની હત્યા કર્યા બાદ તેની લાશ પચનદા નદીમાં ફેંકી દીધી. જે જગ્યાએ સ્નેહલતાની લાશ ફેંકી, ત્યાં ઘણા મગર દેખાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પૂછપરછ દરમ્યાન જણાવ્યું કે, તેને લાગ્યું હતું કે મગર લાશને ખાઈ જશે, જેનાથી લાશ મળવાની કોઈ શક્યતાઓ રહેશે નહીં. આરોપીના કબૂલનામા બાદ પોલીસ નદી સુધી પહોંચી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, પોલીસ ૧૫ ઓક્ટોબરના રોજ ગુમ સ્નેહલતાની લાશને શોધવા માટે આરોપી સત્યપ્રકાશને લગભગ ૬૦ કિમી દૂર પચનદ લઈ ગઈ. અહીં સર્ચ ઓપરેશન દરમ્યાન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની મદદ લેવાઈ. પોલીસને પણ શંકા છે કે કદાચ મગર સ્નેહલતાની લાશને ખાઈ ગયા છે, કેમ કે હજુ સુધી લાશ મળી નથી.
આપને જણાવી દઈએ કે, પોલીસ અને એનડીઆરએફની ટીમે સર્ચ અભિયાન દરમ્યાન ૩ લાશ નદીમાંથી જપ્ત કરી, જેમાં બે પુરુષની હતી અને એક મહિલાની લાશ હતી. મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસ તેની પણ તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર સત્યપ્રકાશે પૂછપરછમાં કબૂલ કર્યું કે, તેણે સ્નેહલતાનું ગળું દબાવી અને લાશને એક પૂલ પરથી નદીમાં ફેંકી દીધી. એવું વિચારીને મગર તેને ખાઈ જશે.
સ્નેહલતા પાંડે બિહારના નાલંદાની રહેવાસી હતી. તે ભિડમાં એક નર્સિગ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. જ્યારે સત્યપ્રકાશ એ કોલેજમાં કામ કરતો હતો. સ્નેહલતાના પિતા સંજય પાંડેએ ન્યૂઝ ૧૮ને જણાવ્યું છે કે સત્યપ્રકાશ તેને ઘરે આવ્યો હતો. પોતાની જાતિ છુપાવી હતી. પોતાના પહેલા લગ્નની વાત છુપાવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે સત્યપ્રકાશ તેમની દીકરીને નર્સિગના અભ્યાસ માટે ભિડ લઈને આવ્યો હતો. ત્યાં તેમની નાની દીકરીને લઈને પણ આવવા કહ્યું હતું પણ મોટી દીકરીએ ના પાડી દીધી હતી.
સ્નેહલતા અને સત્યપ્રકાશ લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. લગભગ ૧૦ મહિના પહેલા સ્નેહલતાને ત્યાં દીકરાનો જન્મ થયો. પોલીસના જણાવ્યા અનુસાર, દીકરાના જન્મ બાદ સ્નેહલતાએ સત્યપ્રકાશને પત્નીનો દરજ્જો આપવાની વાત કહી હતી, તો આ વાતને લઈ ઝઘડો થવા લાગ્યો. સત્યપ્રકાશે બાળકને પહેલી પત્નીને સોંપી દીધી અને સ્નેહલતાને કાનપુર ફરવાના બહાને ભિડમાંથી લઈ ગયો. ત્યાર બાદ સ્નેહલતા ક્યારેય દેખાઈ નહીં. સત્યપ્રકાશે બાદમાં ખુદ સ્નેહલતાની ભિડ સિટી કોતવાલીમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને સત્યપ્રકાશ પર શંકા ગઈ અને પૂછપરછ દરમ્યાન તેણે આખો ઘટનાક્રમ જણાવ્યો.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
