<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

Leapfrog Engineering Services Limitedનો IPO ૨૩ એપ્રિલે ખુલશે

રાજકોટ, તા.૨૧: Leapfrog Engineering Services Limited (LESL), એક સંકલિત એન્‍જીન્‍યરીંગ, પ્રોકયોરમેન્‍ટ, કંસ્‍ટ્રક્‍શન અને કમીશનીંગ (ઈપીસીસી) ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીએ રૂ.૮૮.૫૧ કરોડના પ્રારંભિક જાહેર પ્રસ્‍તાવ (IPO)ની જાહેરાત કરી છે. કંપનીનો IPO ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ ખુલશે અને ૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ બંધ થશે. ઈશ્‍યુમાં ૩.૪૬ કરોડ ઇક્‍વિટી શેરનો તાજો ઈશ્‍યુ (રૂ.૭૯.૬૦ કરોડ) અને ૦.૩૯ કરોડ ઇક્‍વિટી શેરનો Offer for Sale (રૂ.૮.૯૧ કરોડ) સમાવેશ થાય છે.

૨૦૦૫માં સ્‍થાપિત Leapfrog Engineering Services Limited આજે ઇલેક્‍ટ્રિકલ, ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટેશન, ઓટોમેશન, ફાયર સેફ્‌ટી અને મોડ્‍યુલર સબસ્‍ટેશન સોલ્‍યુશન્‍સમાં વિશેષતા ધરાવતી ડાયવર્સિફાઈડ એન્‍જિનિયરિંગ કંપની તરીકે વિકસેલી છે. કંપની ડિઝાઇન, એન્‍જીન્‍યરીંગ, પ્રોકયોરમેન્‍ટ, ઈન્‍સ્‍ટોલેશન થી લઈને કમિશનિંગ સુધીની એન્‍ડ-ટુ- એન્‍ડ સેવાઓ પ્રદાન કરે છે અને ઓઈલ એન્‍ડ ગેસ, મેટલ્‍સ, ફાર્માસ્‍યુટિકલ્‍સ, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર તથા ફૂડ પ્રોસેસિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ટર્નકી પ્રોજેક્‍ટ્‍સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. કંપનીના વિકાસમાં મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી પ્રભાવ નરસિંહા રાવ અને પૂર્ણ સમયના ડિરેક્‍ટર શ્રીમતી પ્રિયાશૈલા પ્રભાવ રાવનું માર્ગદર્શન મહત્‍વપૂર્ણ રહ્યું છે.

(2:41 PM IST)