તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
બાંગ્લાદેશી નેતા ચિન્મય પ્રભુના આંસુ જોઈને ભાવોુક થયા નેતા શુભેન્દુ અધિકારી: ‘હિન્દુ હોવાને કારણે મારી માતાને પણ બધું છોડીને ભારત ભાગી જવું પડ્યું હતું’ કહીને વાગોળ્યા ભૂતકાળના દર્દ
કેશ્તોપુરમાં ગણેશ પૂજાના ઉદ્ઘાટન પ્રસંગે પરિવારના વિસ્થાપનની પીડા વ્યક્ત કરતા શુભેન્દુ અધિકારીએ સનાતની પરંપરાઓ અને સંસ્કૃતિ જાળવવા પર ભાર મૂક્યો: તૃણમૂલ સરકાર પર પણ સાધ્યા નિશાન

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક અત્યંત ભાવનાત્મક અને સંવેદનશીલ સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશની જેલમાં લાંબો સમય વિતાવ્યા બાદ પોતાની માતાના અવસાન પર માત્ર પાંચ કલાકના પેરોલ પર આવેલા ચિન્મય પ્રભુની આંખોમાંથી વહેતા આંસુ જોઈને બંગાળના નેતા શુભેન્દુ અધિકારી ગતાગતોના સંસ્મરણોમાં ખોવાઈ ગયા હતા. કોલકાતાના કેશ્તોપુરમાં ગણેશ પૂજાના ઉદ્ઘાટન પ્રસંગે જાહેરમાં બોલતી વખતે શુભેન્દુ અધિકારીએ પોતાના પરિવારના ભૂતકાળના વિસ્થાપનનું દર્દ શેર કર્યું હતું અને જણાવ્યું હતું કે કેવી રીતે માત્ર હિન્દુ હોવાને કારણે તેમના પરિવારને પણ બાંગ્લાદેશ છોડવા મજબૂર બનવું પડ્યું હતું.
આ ભાવનાત્મક પ્રસંગે વાત કરતા તેમણે જણાવ્યું કે ચિન્મય પ્રભુની વેદના અને આંસુઓએ સમગ્ર સનાતની સમુદાયના હૃદયને હચમચાવી નાખ્યું છે. પોતાની માતાના વિસ્થાપનની વાત યાદ કરતા તેમણે કહ્યું કે, "હિન્દુ હોવાને કારણે મારી માતાને પણ ફક્ત શરીર પરના કપડાં સાથે, પિતાનો હાથ પકડીને બાંગ્લાદેશથી ભારત ભાગી જવું પડ્યું હતું." આ ઘટના દ્વારા તેમણે પૂર્વ બંગાળમાંથી વિસ્થાપિત થયેલા લાખો હિન્દુઓની પીડાને વાચા આપી હતી. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન તેમણે સનાતની પરંપરાઓ અને બંગાળી હિન્દુઓની સંસ્કૃતિ તથા વારસાને જાળવી રાખવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો, સાથે જ રાજ્યમાં તહેવારોની પરંપરા બદલવાના મુદ્દે પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
