<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

કાશીના ૮૪ ઘાટને આવરી લેતી GPS-આધારિત ઓડિયો ટૂર લોન્‍ચ

ગુજરાતી સહિત ૧૫ ભાષાઓમાં ગંગા ઘાટનો ઈતિહાસ સાંભળી શકાશે

વારાણસીઃ તા.૨૬: કાશીની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે પોતાની પસંદગીની ભાષામાં ગંગા કિનારે આવેલા ઘાટની સદીઓ જૂની ગાથાઓ સાંભળતા-સાંભળતા તેની મુલાકાત લઈ શકશે, કારણ કે ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગે કાશીના તમામ ૮૪ ઘાટને આવરી લેતી GPS-આધારિત ડિજિટલ ઓડિયો ટૂર વિકસાવી છે.

‘વારાણસી ૮૪ ઘાટ ઓડિયોબુક - ઓડિયો ટૂર' દ્વારા પ્રવાસીઓ કોઈ ગાઈડની મદદ વિના પોતાની અનુકૂળતા મુજબ ઘાટની મુલાકાત લઈ શકે છે અને તેના ઈતિહાસ, ધાર્મિક માન્‍યતાઓ તથા સાંસ્‍કળતિક મહત્‍વ વિશેની વાતો સાંભળી શકે છે. યુપી સરકારે મંગળવારે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે આ સુવિધા સત્તાવાર યુપી ટુરિઝમ મોબાઈલ એપ અને વેબસાઈટ પર ઉપલબ્‍ધ છે. યુપીના પ્રવાસન અને સંસ્‍કળતિ મંત્રી જયવીર સિંહે જણાવ્‍યું હતું કે, આ ડિજિટલ ઓડિયો ટૂરમાં કાશીના તમામ ૮૪ ઘાટ માટે અલગ-અલગ ઓડિયો -કરણો આપવામાં આવ્‍યા છે. દરેક -કરણ સંબંધિત ઘાટના ઐતિહાસિક, સાંસ્‍કળતિક, ધાર્મિક અને પૌરાણિક મહત્‍વ પર પ્રકાશ પાડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રવાસીઓ પોતાની અનુકૂળતા મુજબ પગપાળા ઘાટ ફરતી વખતે અથવા ગંગા નદીમાં બોટની સવારી દરમિયાન આ વાતો સાંભળી શકે છે.

પગપાળા ચાલતા પ્રવાસીઓ જે-તે ઘાટ પર પહોંચતા જ તે ઘાટ વિશેની માહિતી મેળવી શકશે. તેવી જ રીતે, બોટ દ્વારા મુસાફરી કરતા મુલાકાતીઓ નદી કિનારે આવેલા ઘાટના ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી માન્‍યતાઓ જાણી શકશે. આ સુવિધાની મુખ્‍ય વિશેષતા તેની GPS-આધારિત સિસ્‍ટમ છે. જેવા પ્રવાસીઓ કોઈ ચોક્કસ ઘાટ પર પહોંચે છે, કે તરત જ મોબાઈલ એપ તેમનું લોકેશન શોધી કાઢે છે અને આપમેળે તે ઘાટનો ઓડિયો શરૂ કરી દે છે. જ્‍યારે તેઓ નિર્ધારિત સ્‍થળથી દૂર જાય ત્‍યારે ઓડિયો અટકી શકે છે અને પાછા ફરતા ફરી શરૂ થાય છે.

(10:19 AM IST)