<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

તમિલનાડુના રાજકારણમાં છેલ્લી ઘડીએ હાઇ વોલ્ટેજ ડ્રામાઃ આજે સવારે ૧૧ વાગ્યે યોજાનાર વિજયની શપથવિધિ પર સસ્પેન્સ: બહુમતી સાબિત કરવા અને ડેપ્યુટી સીએમ પદની માંગણીથી પેચ ફસાયો

ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં દર કલાકે એક નવો ક્લાઈમેક્સ જોવા મળી રહ્યો છે, જેમાં વિધાનસભામાં મોટો પક્ષ બનીને ઉભરેલી ટીવીકે પાર્ટીના અધ્યક્ષ થલાપતિ વિજયની શનિવારે સવારે ૧૧ વાગ્યે યોજાનારી શપથવિધિ પર હવે ભારે સસ્પેન્સના વાદળો ઘેરાઈ ગયા છે.

 

રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં સરકાર રચવા માટે જરૂરી ૧૧૮ ધારાસભ્યોની સ્પષ્ટ બહુમતી સાબિત કરવાની કડક સૂચના આપવામાં આવી છે, જેના કારણે બહુમતીના આંકડાને લઈને ઉભી થયેલી મડાગાંઠના પરિણામે શપથ ગ્રહણ સમારોહ અટવાઈ પડ્યો હતો.

 

આ રાજકીય ખેલમાં હવે એક નવો વળાંક એ આવ્યો છે કે વિજયને સમર્થન આપવા માટે અન્ય એક રાજકીય પક્ષ દ્વારા ડેપ્યુટી સીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રીની ખુરશીની આકરી માંગણી કરવામાં આવી છે, જે ટીવીકે માટે મોટી માથાકૂટ બની ગઈ છે.

 

પ્રાપ્ત સત્તાવાર વિગતો  મુજબ, આ મામલે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એવું સૂચન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાય છે કે જ્યાં સુધી ગૃહમાં બહુમતીનો આંકડો પારદર્શક રીતે સાબિત ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવા જોઈએ નહીં.

 

તમિલનાડુના રાજભવન તરફથી સ્પષ્ટ બહુમતી અંગે નક્કર પુરાવા માંગવામાં આવતા, વિજયનું મુખ્યમંત્રી બનવાનું સપનું હાલ પૂરતું ખોરંભે ચડ્યું છે અને શપથવિધિ ક્યારે થશે તે અંગે સતત અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

(9:26 AM IST)